જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે તમામ માછીમારોને અપીલ કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં સંભવિત સાયક્લોનની પરિસ્થિતિમાં ફિશરીઝ કમિશ્નરશ્રી તેમજ કલેકટરશ્રીની સૂચના મુજબ કોઈપણ બિન્યાંત્રિક બોટ, હલેસા વાળી બોટ કે પગડીયા માછીમારી કરતા માછીમારો ખાડીમાં કે દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડાની આગાહી હોવાથી માછીમારી કરવા ન જાય. અને જો કોઈ માછીમારી કરતા જણાય આવશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તમામ બોટ માલિકોએ તેમની બોટ સલામત જગ્યાએ લાંગરવા તેમજ નુકસાન ન થાય તે રીતે રાખવા સૂચના આપવામાં આવે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


