*જિલ્લા ક્લેક્ટર શ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ*
*તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુખાવા જેવા લક્ષણો દેખાય તો કંટ્રોલ રૂમ પર જાણ કરો*
*ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવી અને ઘરે બેઠા કોઈપણ દવા લેવી જોખમી સાબિત થઇ શકે*
*માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સની સાથે સેલ્ફ રિપોર્ટિંગ પણ એટલું જ અગત્યનું*
*કોવિડ-૧૯ ના વધતા સંક્રમણને લઈ પ્રજાને તકેદારી રાખવા અપીલ કરી*
*આરોગ્ય વિભાગનો કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર જાણ કરો*
અમરેલી, તા: ૨૩ જુન ૨૦૨૦
જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું હતું કે અમરેલી વહીવટી તંત્રના ધ્યાને આવ્યું છે કે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો સામે ચાલીને તંત્રને જાણ કરતા ડરે છે. એમને એવો ભય છે કે અમને ક્વોરેન્ટાઇન કરશે કે કેમ. આથી કલેકટરશ્રીએ તમામ અમરેલીવાસીઓને અપીલ કરી હતી કે આ મહામારી સામે સૌએ સાથે મળી લડવાનું છે અને તંત્રને મદદરૂપ થવાનું છે.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુખાવા જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. જેથી તાત્કાલિક સારી સારવાર મળી રહે. આવી માહિતી છુપાવવાથી કે મોડી આપવાથી ખુબ જ મોટું નુકશાન થઈ શકે છે અને અમરેલી જિલ્લામાં કોરોનાનો વ્યાપ ઝડપથી વધી શકે છે.
સેલ્ફ રિપોર્ટિંગ ઉપર ભાર મુકતા કલેકટરશ્રીએ કહ્યું હતું કે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સની સાથે સાથે સેલ્ફ રિપોર્ટિંગ પણ એટલું જ મહત્વનું છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ તાત્કાલિક સામે ચાલીને જો માહિતી આપે તો મૃત્યુદર ઉપર નિયંત્રણ રાખી શકાય. કલેકટરશ્રીએ આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુખાવા જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ કોઈ પણ વ્યક્તિ અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવ્યા હોય તો તેની આરોગ્યના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર જાણ કરવા અપીલ કરી હતી.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


