*પ્રેસનોટ
💫 *તા.૧૨/૦૭/૨૦૨૦*
💫 *જુગાર ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*
💫 તાજેતરમાં મે.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા.૨૦/૦૭/૨૦ સુધી એન.ડી.પી.એસ. એકટ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સ.ઇ.ડી.એ.તુવર સા.* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ.અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે *સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. બી- પાર્ટ ગુ.ર.નં.-૧૧૧ ૯૩૦ ૫૩૨ ૦૦૦૦૯/૨૦૨૦ જુ.ધા.કલમ- ૧૨ મુજબ* જુગાર ના ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને સાવરકુંડલા મુકામેથી પકડી પાડેલ.
💫 *પકડાયેલ આરોપીઃ-*
➡️ *જાવેદ ઉર્ફે દોણીયો ઉર્ફે ડોન્ટી મુસાભાઇ ઝાખરા (સિપાઇ) ઉ.વ. ૩૦ ધંધો. ડ્રાઇવીંગ રહે. સાવરકુંડલા ઠે. સંધી ચોક પીકઅપ બસ સ્ટેન્ડ પાછળ તા.સાવરકુંડલા જી.અમરેલી* વાળાને તા.૧૨/૦૭/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસ ને સોપી આપેલ
💫 *આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સ.ઇ. ડી.એ.તુવર સા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.*


