Uncategorized

જૂનાગઢ : ઉત્તરાખંડના કાશીપુરાનો યુવાન આજે ગૌ આધારિત સ્ટાર્ટઅપ શરૂ કરી સૌ માટે માર્ગદર્શક બની રહ્યો છે. નીરજ ચૌધરી ગાયના

જૂનાગઢ : ઉત્તરાખંડના કાશીપુરાનો યુવાન આજે ગૌ આધારિત સ્ટાર્ટઅપ શરૂ કરી સૌ માટે માર્ગદર્શક બની રહ્યો છે. નીરજ ચૌધરી ગાયના ગોબરમાંથી ૩૦૫ જેટલી વિવિધ પ્રોડક્ટ આજે ઉત્પાદન કરી રહ્યો છે. ગાયના ગોબરમાંથી તેમણે ૧૦ હજાર જોડી હવાઇ ચપ્પલ બનાવ્યા છે અને આ ગોબરમાંથી બનેલા ચપ્પલ બ્લડપ્રેશરના દર્દીઓ માટે રાહતરૂપ બની રહ્યા છે.

જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર ખાતે ગૌ સેવા ગતિવીધી સૌરાષ્ટ્ર પ્રાંત આયોજીત પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગમાં ગૌ પ્રેમીઓને તાલીમબધ્ધ કરતા નીરજ ચૌધરીએ ગોબર ચપ્પલ, ફોટોફ્રેમ, ઘડીયાળ, હુક સ્ટેન્ડ સહિતની વસ્તુઓ બનાવી પ્રેક્ટીકલ નિદર્શન કર્યું હતું. શ્રી બંસી ગો ધામ નામની સ્ટાર્ટઅપ કાર્યરત કરનાર નીરજ ચૌધરીએ ગૌ માતાના દુધ, દહીં નહીં પરંતુ ગૌ મુત્ર અને ગોબરથી પણ લોકોનું સ્વાસ્થય, પર્યાવરણ તેમજ અર્થકારણ સુધારવાની તાકાત રહેલ છે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *