Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા લોક ડાઉન નો ભંગ કરતા લોકો, માસ્ક નહીં પહેરતા સોશિયલ ડિસ્ટન્સ નહીં જણાવતા આજ દિન સુધી આશરે કુલ 90

જૂનાગઢ પોલીસ દ્વારા લોક ડાઉન નો ભંગ કરતા લોકો, માસ્ક નહીં પહેરતા સોશિયલ ડિસ્ટન્સ નહીં જણાવતા આજ દિન સુધી આશરે કુલ 90 આરોપીઓને પકડી પાડી, 50 ગુન્હાઓ* સીસીટીવી કંટ્રોલ રૂમના ઇમેજ મેસેજ આધારે તાત્કાલિક ગણતરીની મિનિટોમાં કાર્યવાહી* કરવામાં આવેલ હતી…._

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા સીસીટીવી દ્વારા પણ ગુન્હા દાખલ કરવાની *ખાસ વ્યવસ્થા* ગોઠવવામાં આવેલ છે. જેમાં *સીસીટીવી કન્ટ્રોલરૂમ* ખાતેથી પીએસઆઇ અજિત નંદાનિયા, પીએસઆઇ પ્રતીક મશરું તથા સ્ટાફના પો.કો. રવીરાજસિંહ, ચેનભાઈ દ્વારા *સતત સીસીટીવી નું મોનીટરીંગ કરી, વગર કારણે શહેરમાં ફરતાં તથા કોઈપણ વિસ્તારમાં વગર કારણે બેઠેલા* ઈસમો બાબતે કોઈ વાંધાજનક જણાઈ આવે તો, સીસીટીવીની ઈમેજ પોલીસ અધિકારીઓને મોકલવામાં આવે છે, જેના ઉપર શહેરના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, વ્યાજબી કારણસર બહાર નીકળ્યા છે કે કેમ..? તે ચેક કરી, જો ગુન્હાહિત જણાઈ આવે તો, ગુન્હા પણ દાખલ કરવામાં આવે છે. જેનું રોજેરોજ મોનીટરીંગ કરવામાં આવે છે…_

💫 જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો ભગાભાઈ, સહિતની *પોલીસ ટીમ દ્વારા_આજરોજ સીસીટીવી કંટ્રોલ રૂમ તરફથી સક્કરબાગ પાસે અમુક લોકો બેસેલા હોવાની ઇમેજ મોકલવામાં આવેલ હતી. જે આધારે દોલતપરા વિસ્તારમાં જ પેટ્રોલિંગમા હોઈ, સકકરબાગ ખાતે તાત્કાલિક પહોંચી, તપાસ કરતા, બે ઈસમો (1) ઈમ્તિયાઝ અનવરભાઈ મલેક ઉવ. 35 રહે. રામેશ્વર એપાર્ટમેન્ટ, માર્કેટ યાર્ડ, જૂનાગઢ તથા (2) ઇરફાન અઝીઝભાઈ રારાણી ઉવ. 29 રહે. કસ્તુરબા સોસાયટી, માર્કેટ યાર્ડ, જૂનાગઢને મોટર સાયકલ સાથે બિન જરૂરી બેઠેલા માલુમ પડતા, તેઓ બંનેને રાઉન્ડ અપ કરી, એ ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવતા, એ ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલ બંને આરોપીઓ ઉપર જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ* દાખલ કરી, ધરપકડ કરવામાં આવેલ છે. આમ, *સીસીટીવી કંટ્રોલ રૂમના ઇમેજ મેસેજ આધારે તાત્કાલિક ગણતરીની મિનિટોમાં કાર્યવાહી* કરવામાં આવેલ હતી…._

💫 _આમ, જૂનાગઢ જીલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા સીસીટીવી આધારે પણ *લોક ડાઉન નો ભંગ કરતા લોકો, માસ્ક નહીં પહેરતા લોકો, સોશિયલ ડિસ્ટન્સ નહીં જણાવતા લોકો ઉપર કાર્યવાહી કરવા ખાસ વ્યવસ્થા* ગોઠવવામાં આવેલ હોઈ, *આજ દિન સુધી આશરે કુલ 90 આરોપીઓને પકડી પાડી, 50 ગુન્હાઓ* દાખલ કરવામાં આવેલ છે. *કોરોના વાયરસ અનુસંધાને પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલ સીસીટીવી કેમેરા આધારે નજર રાખવામાં આવતી હોય, લોકોને બિન જરૂરી બહાર નહીં નીકળવા અને લોક ડાઉન નું પાલન કરવા જૂનાગઢ પોલીસ દ્વારા એક યાદી* માં જણાવવામાં આવેલ છે…._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગડ

IMG-20200506-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *