ડીવાયએસપી કચેરીએ રૂબરૂ સંપર્ક કરતા ફસાઈ ગયેલ દિશાબેન પટેલને પોતાનો 02 વર્ષનો માસૂમ પુત્ર મહારાષ્ટ્રના થાણે ખાતે હોવાથી પોલીસ દ્વારા માતાનું પુત્ર સાથે મિલન કરાવ્યુ
_*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે
_હાલમાં લોક ડાઉન તા. 17.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, *જૂનાગઢ, મહેશ્વરી નગર, સક્કરબાગ ખાતે રહેતા મગનભાઈ વાલજીભાઈ પોશિયા (M :- 99134 65677)એ રૂબરૂ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને પોતાની ડોક્ટર પુત્રી દિશાબેન પટેલ સાથે રૂબરૂ મળી, પોતાની દીકરી કે જે, મહારાષ્ટ્ર રાજ્યના થાણે ખાતે ડોક્ટર હોઈ, પોતાના ઘરે જૂનાગઢ ખાતે પોતાની માતાને બીમારી હોઈ, ખબર પૂછવા આવેલ હોય અને ત્યારબાદ લોક ડાઉન જાહેર થતા, પોતાના ત્યાં ફસાઈ ગયેલ હતી. પોતાની આ ડોકટર દીકરીને બે વર્ષનો પુત્ર મહારાષ્ટ્રના થાણે ખાતે જ રાખીને આવેલ હતી. હાલમાં લોક ડાઉન લંબાયેલ હોઈ અને જાહેરનામું લાગુ કરવામાં આવેલ હોઇ, પોતાની દીકરી ડો. દિશા પટેલ છેલ્લા દોઢ મહિનાથી પોતાના બે વર્ષના પુત્ર માટે અવાર નવાર ચિંતા કરે છે અને તેનો પુત્ર પણ થાણે ખાતે રડતો હોઈ, દીકરી મહારાષ્ટ્રના થાણે ઘરે જવા જીદ પકડી રોયા રોય કરતી હોય, તેનો પુત્ર પણ થાણે ખાતે વલોપાત કરતો હોય, પોતે અવાર નવાર પોતાની દીકરીને થાણે મોકલવા પ્રયત્ન કર્યા પરંતુ, મંજૂરી મળતી ના હોઈ, પોતાને પોતાની દીકરીને થાણે મુકવા જવા માટે વ્યવસ્થા અને મદદ કરવા* વિનંતી કરીને જણાવવામાં આવેલ હતું…._
_જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા મગનભાઈ પોશિયાને પોતાની દીકરી તથા વાહનની વિગત લઈને જુનાગઢ એડીએમ શ્રી ડી.કે.બારીયાનો સંપર્ક કરી, કલેકટર કચેરી સાથે સંકલન કરી, નાયબ મામલતદાર હિરેનભાઈ મેદંપરા સહિતની ટીમ દ્વારા *મગનભાઈ પોશિયાની દીકરી ડો. દિશા પટેલને થાણે મુકવા જવા માટે પાસ પણ ઇસ્યુ* કરવામાં આવેલ હતો. બીજા દિવસે મગનભાઈ પોશિયા પોતાની કાર લઈને દીકરી સાથે થાણે ખાતે પહોંચી ગયા હતા…_
_જુનાગઢ શહેરના મગનભાઈ પોશિયાની ડોક્ટર પુત્રી *જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનના કારણે પિતાના ઘરે આવેલી અને ફસાઈ ગયેલ પોતાનો 02 વર્ષનો માસૂમ પુત્ર મહારાષ્ટ્રના થાણે ખાતે હોઈ, જુનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી મહારાષ્ટ્ર રાજ્યના થાણે ખાતે પોતાના ઘરે પહોંચાડી, માતાનું પુત્ર સાથે મિલન કરાવવા માટે મદદ કરવામાં આવેલી, તેનાથી પ્રભાવિત થઈ, ત્યાં પહોંચી ડો. દિશાબેન પટેલ (M:- 99133 58630) એ સીધા જ જુનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે ફોન કરી અને જુનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત* કરેલ અને જણાવેલ કે *જુનાગઢ પોલીસ દ્વારા કપરા સંજોગોમાં મદદ કરવામાં આવતા, જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, લોક ડાઉનના સમયમાં પોતે થાણે પહોંચી ના શકત….!!! તેવું જણાવી ગળગળા થયેલ અને ભાવ વિભોર થઈને આભારની લાગણી વ્યક્ત* કરવામાં આવેલ હતી. જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા સહિતની ટીમ દ્વારા *જૂનાગઢ પોલીસની આવી પોતાના કુટુંબ પણ ના કરે તેવી સેવા અનુભવીને પોલીસ આવી પણ હોય છે, તેવો ભાવ વ્યક્ત કરી, મગનભાઈ પોશિયા તથા ડો. દિશાબેન પટેલ ભાવ વિભોર* થયા હતા…._
_જૂનાગઢ જિલ્લાના *પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા લોક ડાઉનના સમયમાં એકબીજા સાથે સંકલન કરી, આવા ફસાયેલા ઘણા લોકોને પોતાની ઇચ્છિત જગ્યાએ પહોંચાડી, સાહિષ્ણુતાભરી કાર્યવાહી* કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા લોકડાઉનના કારણે ફસાયેલ મહિલાના કુટુંબને કપરા સંજોગોમાં સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી,મદદ કરવાના કારણે , *પોલીસ પ્રજાની મિત્ર બની હતી*
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ