દેવળિયાથી કુરંગા ફોરલેન રસ્તાના કામ બાબતે ઉચ્ચ તપાસના પગલા લેવા મોટા માંઢાના માજી સરપંચ કિરીટસિંહ પથુભા જાડેજા દ્રારા દેવભૂમિ દ્રારકા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરેલ………
જામ ખંભાલિયા તાલુકાના કાઠિ દેવળિયા નજીકથી દ્રારકા તાલુકાના કુરંગા સુધીના ચાલતા ફોરલેન કામ અંગેની એજન્સી જી.આર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.દ્રારા બે રોકટોક અને કાયદાની ઐસી તૈસી કરવામાં આવી રહ્યું છે.આ એજન્સી દ્રારા આ રોડના કામે વગર રોયલ્ટીએ અને હલકી ગુણવતાને મટીરીયલ્સ (માટી મોરમ)સિહણ નજીકથી ગેરકાયદેસર ઉપાડી સરકારી નાણાનો દુરઉપયોગ કરી વળી અનેક જગ્યાએ રોડની સેફટી સલામતીના સ્વાઈન બોર્ડો તેમજ જરૂરી સુવિધાઓ વગર કામગીરી કરવામાં આવે છે.
વળી આર.સી.સી રોડ ઉપર પાણીના પૂરતા છટકાવ વગર બે રોકટોક કામ કરવામાં આવે છે.અને તે પણ માત્ર સેમ્પલો અને દેખાવ પુરતું જ જણાય આવે છે.આ કામની જી.આર. ઇન્ફ્રાસ્ટ્રકચર દ્રારા દેવળિયા પાટીયાથી દાંતા સુધી રોડના કામે વપરાતા મટીરીયલ્સ (માટી મોરમ) અતિશય હલકી પ્રકારના અને રોયલ્ટી વગરના કરવામાં આવી રહ્યા છે.અનેક પ્રકારે ગંભીર બેદરકારી દાખવી જી.આર.ઇન્ફ્રા.એજન્સી બે રોકટોક અને કાયદાની ઐસી તૈસી કરી કામ કરી રહ્યાનું સ્પષ્ટ જણાય આવે છે.
ત્યારે આ એજન્સી અને જવાબદારો સામે શિક્ષત્મક પગલા લેવા અને એજન્સીને બ્લેક લીસ્ટ કરવા મોટા માંઢાના માજી સરપંચ કિરીટસિંહ પથુભા જાડેજાએ માનાન્ય મુખ્યમંત્રી ગાંધીનગર,માં.સચિવ.માર્ગ અને મકાન ગાંધીનગ તથા માં.પ્રમુખ.જીલ્લા પંચાયત દેવ.દ્રારકા,માં.પ્રાંત અધિકારી જામ ખંભાલીયા,માં.એસ.પી.સાહેબ જામ ખંભાલીયા,માંન.ખાણ ખનીજ અધિકારી જામ ખંભાલીયા નાઓને લેખીતમાં રજૂઆત કરેલ છે.રિપોર્ટર વિતલ પીસાવાડિયા




