ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ બાંટવા – આંબલીયા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
બાંટવા – આંબલીયા ધેડ સ્વામી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્રારા આજરોજ એક આવેદનપત્ર માણાવદર મામલતદાર ને પાઠવ્યું હતુ
આ આવેદનપત્ર માં જણાવ્યું હતુ કે તાજેતરમાં ગઢડા સ્વામિનારાયણ મંદિર માં ડીવાયએસપી નકુમ દ્વારા પોલીસ ના હોદ્દા અને સતાનો દુરુપયોગ કરીને કાયદેસર ના ટ્રસ્ટીઓને બળજબરી પૂર્વક સંસ્થા ની ઓફીસ માંથી બહાર કાઢી ને જે કૃત્ય કર્યું હતુ તે બદલ તેની સામે કાર્યવાહી કરવી જોઇએ. ઉપરાંત જૂનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં ગેરકાયદેસર રીતે જે ટ્રસ્ટીઓ વહીવટ કરે છે. તેની સામે પણ કાર્યવાહી કરવા આજરોજ માણાવદર મામલતદાર ને સ્વામિનારાયણ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ બાંટવા – આંબલીયા ના વજસીભાઇ પીઠીયા, બોદાભાઇ પાનેરા, જનુભાઇ રાણીંગા, રણમલભાઇ ભાટુ, અરસીભાઇ પાનેરા, લક્ષ્મણભાઇ પીઠીયા, પરબતસિંહ પરમાર, ગોકરભાઇ ભેડા, પૂંજાભાઈ બારડ સહિતના હરિભક્તો એ આવેદનપત્ર આપ્યું હતુ. તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી
