Uncategorized

ધ્રાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર કોંઢ ગામે પાન મસાલા માવા તેમજ સિગરેટ નું વેચાણ કરતો શખ્સ પોલીસના હાથે ઝડપાયો

ધ્રાંગધ્રા ૨૨/૦૪/૨૦૨૦

ધ્રાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર કોંઢ ગામે પાન મસાલા માવા તેમજ સિગરેટ નું વેચાણ કરતો શખ્સ પોલીસના હાથે ઝડપાયો

હાલ સમગ્ર દેશમાં ડાઉનલોડ ચાલી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર કોંઢ ગામે પાન મસાલા માવા તેમજ સિગરેટ સહિત નો મુદ્દામાલ વેચાણ કરતો શખ્સ પોલીસ ના હાથે ઝડપાયો હતો પ્રાપ્ત વિગત અનુસાર કોરોના વાયરસ ને લઈને લોકડાઉન-૨ ની સ્થિતિ ચાલુ છે ભારત સરકાર અને રાજ્ય સરકારના હુકમોનું પાલન નહી કરી જાહેરનામાનો ભંગ કરી ધ્રાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર કોંઢ ગામે રહેતા પ્રહલાદભાઈ ચતુરભાઈ પરમાર પાન મસાલા માવા તેમજ સિગરેટ સહિતનો ૧૧૬૫ નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એએસઆઈ શેફાલી બારવાલ ની સુચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા કોન્સ્ટેબલ સોયબભાઈ એ કૃષ્ણનગર કોંઢ ગામે થી પ્રહલાદભાઈ ચતુરભાઈ પરમાર ને માવા પાનમસાલા સિગરેટ સહિત ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ અંગે એએસઆઈ શેફાલી બારવાલ એ જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમા લોકડાઉનના સમયમાં જિલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર નાઓના જાહેરનામાનો ભંગ કરી માવા પાન ગુટકા સિગરેટ નું વેચાણ કરવું એ ગુનો બને છે જે વેચાણ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર :
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા
૯૮૨૫૫ ૯૧૩૬૬

IMG-20200422-WA0008-1.jpg IMG-20200422-WA0009-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *