નગરપાલિકા દામનગર સંચાલિત શેઠ શ્રી મુળજીભાઈ છગનભાઈ મહેતા હાઈસ્કૂલમા યોજાયેલ ૭૪મા સ્વાતંત્ર પર્વમાં નાયબ મામલતદારનાં હસ્તે ધ્વજવંદન બાદ નગરપાલિકાનાં સદસ્ય શ્રી કિશોરભાઈ ભટ્ટે પ્રાસંગિક પ્રવચનમા જણાવેલ કે સાચા અર્થમાં વિર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી દામનગર શહેરનાં વિકાસ માટે સમગ્ર તંત્ર ફરજનાં ભાગરૂપે નૈતિકતાથી સેવા કરીયે તોજ ગ્રામજનોને સંતોષ થશે. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ શ્રીમાન ગોબરભાઈ નારોલા, પ્રથમ પૂર્વ પ્રમુખ શ્રી અમરશીભાઈ નારોલા અને મર્યાદિત સંખ્યામા આમંત્રીતો ઉપસ્થિત રહ્યાં હતાં.પરંતું અમુક મિડિયા કર્મચારીઓને આમંત્રણ આપવામા આવેલ નહીં, જે વિચારવા જેવુ છે.!!અહેવાલ અતુલ શુકલ.



