*નેશનલ યુથ એવોર્ડ માટે ૨૦ જૂન સુધીમાં ફોર્મ મોકલી આપવા જોગ*
અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭/૧૮ અને ૨૦૧૮/૧૯ ના નેશનલ યુથ એવોર્ડ માટે તારીખ ૨૭-૫-૨૦૧૯ થી ૨૬-૬-૨૦૨૦ સુધીમાં MyGov વેબસાઇટની ઉપરથી મંગાવવામાં આવેલ છે. આ એવોર્ડનો ઉદ્દેશ ૧૫ થી ૨૯ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાઓને તથા સેવાભાવી સંસ્થાઓને રાષ્ટ્રના વિકાસ અને સામાજિક સેવાઓમાં સિદ્ધિ મેળવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.
વ્યક્તિ તથા સંસ્થાઓને સામાજિક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃતિક વારસો, માનવ અધિકારનો પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસ, પરંપરાગત ઔષધિઓ, નાગરિકતા, સમાજસેવા, રમતગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ અંગેના ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી, બહુમાળી ભવન બ્લોક સી, પ્રથમ માળે, રૂમ નંબર ૧૧૦/૧૧૧ અમરેલી ખાતે તા: ૨૦-૬-૨૦૨૦ મોકલી આપવાના રહેશે
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
