Uncategorized

પાલીતાણા નગરપાલિકા ઉપપ્રમુખના પુત્રના થયેલ મર્ડરના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ.

પાલીતાણા નગરપાલિકા ઉપપ્રમુખના પુત્રના થયેલ મર્ડરના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ નાઓએ જીલ્લાઓમાં બનતા ગુનાઓના ત્વરીત નિકાલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમિયાન ચોકકસ બાતમી હકીકત મળેલ કે પાલીતાણા ટાઉન પો.સ્ટે ગુ.ર.ન.૧૧૨૧૦૦૬૩૨૦૧૧૭૬/૨૦૨૦ આઇ.પી.સી.કલમ ૩૦૨,૧૧૪ મુજબનો ગુન્હો ગઈ તા-૩૦/૧૧/૨૦૨૦ ના કલાક ૦૭/૦૦ વાગ્યે જાહેર થયેલ હોય જે બનાવ દાણાપીઠ સુખડીયાની દુકાન સામે પાલીતાણા ખાતે બનેલ હોય જે ગુન્હાના કામે પકડવાના બાકી આરોપી *આમીનભાઈ ઈબ્રાહીમભાઈ ઉર્ફે ઈબુભાઈ દલ દુધવાળા* રહે પાલીતાણા તળાવ વિસ્તાર પાલીતાણાવાળો કાળા કલરનું ટી શર્ટ તથા વાદળી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે જે હાલ શેલાણા ચોકડીથી સાવરકુંડલા જવાના રસ્તે ગુન્હામા વપરાયેલ મો.સા.સાથે ઉભેલ છે જેથી મજકુર ઈસમને બાતમીવાળી જગ્યાએથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ.ત્રિભોવનભાઈ સોલંકી તથા પો.કોન્સ.એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઈ ખટાણા વિગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *