બગસરા બેંક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્ટના કાયદાનો ઉલાળીયો…..
બેંક ના બે મેનેજર અને પટ્ટાવાળો પોઝિટિવ આવતા છતાં
અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસને નાથવા માટે વહીવટી તંત્ર દિનરાત એક કરી રહ્યાછે અને લોકોને કોરોના વાઇરસથી કેવી રીતે બચી સકાયછે તેની સતત માહિતી આપી રહ્યાછે ત્યારે થોડા દિવસ પહેલા બગસરા બેંક ઓફ બરોડાના મેનેજર અને દેના બેંકના મેનેજર તેમજ પટ્ટાવાળાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલછે અને જાહેર રજા હોવાથી બૅન્ક ત્રણ દિવસ બંધ રહેતા આજ રોજ બેંક ચાલુ થતાની સાથેજ બેંકના સમય થતાની સાથેજ બેંક ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી અને ત્યાં સોસીયલ ડિસ્ટન્ટના કાયદાનો ઉલાલીયો થયો હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવેલ હતું અત્રે ઉલ્લેખનીય છેકે બેન્કના મેનેજર અને પટાવાળોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા ત્યાં કોઈ કર્મચારીઓ મુકવામાં આવેલ નથી અને ત્યાં સોશિયલ ડિસ્ટન્ટના કાયદાનું ભાન કરાવનાર કોઈ દેખાયેલ નહોતું
રિપોર્ટર…. ઈમ્તિયાઝ સૈયદ બગસરા



