બગસરા વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બગસરા બંધનું એલાન આપવામાં આવ્યું છે તારીખ 28 તેમજ ૨૯ના રોજ બગસરા શહેર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવેલ છે તેવું જાહેર બોર્ડ દ્વારા જાણવા મળેલ છે બગસરામાં નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર શ્રી દ્વારા જાહેરમાં માસ્ક ન પહેર્યા હોય તેમજ ગામડેથી આવતાં મોટરસાયકલ વાળાઓને ખોટી હેરાનગતિ તેમજ ખોટા ડંડો આપી રહ્યા છે જેના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે એક તો કોરોનાની મહામારી મા ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે આ કોરોનાની મહામારી દંડ વસુલ તા નારાજગી જોવા મળી છે વેપારી ઓને દંડ ન ભરે તો દુકાનો સીલ કરવાની પણ ધમકી આપવામાં આવે છે ત્યારે વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના વેપારી ની મીટીંગ મામલતદાર કચેરીએ મળેલ હતી તેનું નિરાકરણ ન આવતા આજે જાહેર બોર્ડ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ દ્વારા જાહેર બોર્ડ દ્વારા તારીખ 28 29 ના રોજ બગસરા બંધનું એલાન આપવામાં આવેલ છે
રિપોર્ટર……ઈમ્તિયાઝ સૈયદ બગસરા




