*બાબરા ના ચમારડી ગામે રહેતા શ્રમિકો ને તેમના વતન જવા માટે બસ રવાના કરવા માં આવી.*
(ગામના સેવાભાવી આગેવાન રૂષીભાઈ જોષી દ્રારા શ્રમિકો ને નાસ્તા-પાણી ની વ્યવસ્થા કરી આપી હતી)
બાબરા ના ચમારડી ગામે રહેતા અને ખેત મજુરી કરતા પરપ્રાંતિ શ્રમિકો ને આજે તેમના વતન મોકલવા માં આવ્યા. શ્રમિકો ને વતન જવા માટે બસ સહિત તમામ વ્યવસ્થા કરી આપવા માં આવેલ હતી. ૩૪ શ્રમિકો ને તેમના વતન ખાનગી ટ્રાવેલ્સ ની બસ મારફાત રવાના કરવા માં આવ્યા છે. રવિવારે રાત્રી ના ૮ કલાકે બસ ચમારડી ગામે થી રવાના કરવા માં આવેલ છે. આ તકે ગામના સેવાભાવી આગેવાન રૂષીભાઈ જોષી દ્રારા આ શ્રમિકો ને નાસ્તા-પાણી ના તમામ વ્યવસ્થા કરા આપવા માં આવેલ હતી. તાલુકા પંચાયત ના સદસ્ય કુલદીપભાઈ બસીયા દ્રારા બસ સંચાલક ને તમામ પરમિટ ના ડોક્યુમેન્ટો આપી ને બસ રવાના કરાવી હતી.
આ તકે તાલુકા પંચાયત ના સદસ્ય કુલદિપભાઈ બસીયા, રૂષીભાઈ જોષી, વિમલભાઈ અમરેલીયા, રાજુભાઈ વાજા, સહિત આગેવાનો હાજર રહી શ્રમિકો ને તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા. આ શ્રમિકો માં વતન જવાના ખુસી જોવા મળી હતી.
રીપોર્ટર: આદીલખાન પઠાણ