બાબરા
તા.૧૯/૦૪/૨૦૨૦
બાબરા ના નાની કુંડળ મા આવેલ રિઝર્વ વિડી મા પશુ – પંખીઓ માટે આવેલ ચાર થી પાંચ પાણીની પવન ચક્કીઓ બંધ હાલતમાં વનવિભાગની ઢીલી નીતિ
બાબરા તાલુકાના નાની કુંડળ માં રિઝર્વે વીડી આવેલી છે જેમાં સાલેમાળ તેમજ સરિયા અને સાંઢીયા નામની ત્રણવિડી આવેલી છે.તેમા પશુ – પંખીઓ ને પીવા માટે ચાર થી પાંચ પાણી ની પવન ચક્કી આવેલી છે તેવો બધી બંધ હાલતમાં હોવાના કારણે અબોલા આપણા ભારત દેશના રાષ્ટ્રીય પક્ષી મોર હજારોની સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે તેઓને ખાવાનું તો ઠીક પણ પીવાના પાણી ના પણ ફાફા પડી રહ્યા છે. ત્યારે રીંગદાર ને પાણીની પવનચક્કી હોવા છતાં વનવિભાગ તંત્રની ઢીલી નીતિના કારણે આજે હજારો પક્ષીઓ અને પ્રાણીઓ ને પીવાના પાણી માટે દૂર દૂર સુધી જીવના જોખમે વિડી વિસ્તારોમાં ભટકવું પડે છે. પહેલીથી ૪૦ થી ૪૫ ડિગ્રી ધગધગતા તાપમાન મા આપણે છાઈડે નો રહી શકતા હોય તે અબોલા આ પક્ષીને અને પ્રાણીને ખાવાતો ઠીક પણ પાણીના ફાફા પડી રહ્યા છે ત્યારે બાબરા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મુકેશભાઈ ભાલીયા દ્વારા બાબરા ફોરેસ્ટર ને પૂછવા માં આવેલું તેઓએ જણાવેલું કે અમુક પવનચક્કીને વાયરીંગ ખરાબ થઈ ગયા છે અને અમુક પવનચક્કીને પાયપ લિક થઈ ગયા છે તેનીજાણ અમે ધારી વન વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી છે તેને બે માસ જેટલો સમય વીતી ગયા સત્તા હજૂ સુધી કાંઈ પણ કામગીરી કરવામાં આવી નથી જેથી નાની કુંડળ ના પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા