Uncategorized

મગફળીના પાકમાં સફેદ ફૂગના નિયંત્રણ અંગે કેટલાક સૂચનો* અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦

*મગફળીના પાકમાં સફેદ ફૂગના નિયંત્રણ અંગે કેટલાક સૂચનો*

અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦

અમરેલી જિલ્લામાં હાલ પડી રહેલા વરસાદને કારણે ચાલુ ખરીફ સિઝનમાં મગફળી પાકમાં સફેદ ફૂગનો ઉપદ્રવ થવાની પુરેપુરી શક્યતા છે. મગફળી પાકમાં આવતી સફેદ ફૂગ ખુબજ નુકસાનકારક હોય છે. સફેદ ફૂગના કારણે મૂળ, થડ તથા સુયા અને ડોડવા વગેરે સડી જાય તેના કારણે છોડ સુકાઈ જાય છે. જેના નિયંત્રણ માટે ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરવાની ભલામણ છે. તેના માટે ટ્રાઇકોડર્મા જૈવિક ફૂગ ૨.૫ કિ.ગ્રા પાઉડરને ૩૦૦ કિ.ગ્રા એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતર સાથે મીકસ કરી એક હેક્ટરમાં જમીનમાં ભેજ હોય ત્યારે હાર વચ્ચે પોટલામાં નાખવું. ઊભા પાકમાં પાળા ચડાવવા નહીં તેમજ પાકમાંના રોગીષ્ટ છોડનો નાશ કરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર/ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિ.) નાયબ ખેતી નિયામક(તા.) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી અમરેલી જિલ્લાની એક યાદીમાં જણાવાયું છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200825-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *