જૂનાગઢ જિલ્લાના માંગરોળ થી 35 કી. મી દૂર માધવપુર નજીક આવેલ *શ્રી મામા પાગલ આશ્રમ* આવેલ છે. જેનું સંચાલન *વણધાભાઈ પરમાર(વણધા ભગત)* કરે છે.
વર્ષો પહેલા વણધાભાઈ એક ટ્રક ડ્રાઈવર હતા,તેમને પાગલો પ્રત્યે અનહદ પ્રેમ હતો.રસ્તા માં ક્યાંય પાગલ જોવા મળી જાય તો ટ્રક ઉભો રાખી તે પાગલ ને નવડાવી અને જમાડતા,પરંતુ સમય જતાં તેમને ટ્રક ચલાવાનું બંધ કર્યું અને પાગલો માટે એક ગોરસર ગામે પાગલ આશ્રમની શરૂઆત કરી.શરૂઆત માં ફક્ત સાત થી આઠ પાગલો હતા સમય જતાં અત્યારે પુરુષ અને મહિલા સહિત 65 ની સંખ્યા છે.
હાલ ત્યાં માનસિક દિવ્યાંગો ના રહેવા માટે એક બિલ્ડીંગ નું બાંધ કામ ની શરૂઆત દાતા તથા ટ્રસ્ટ ના સહયોગ થી શરૂ કર્યું છે. આ આશ્રમ ના ઘણા વર્ષોથી સહયોગી ગુપ એવા મામા પાગલ આશ્રમ ગ્રુપ કે જેઓ નિયમિત રીતે રૂબરૂ ત્યા જઇ ને સેવા ની જ્યોત લોકો ના સહયોગથી જગાવે છે તેઓ ગઈ કાલ શનિવારે ત્યાં જમાડવા ગયા હતા ત્યારે વણધા ભગત એ અમને એક વિનંતી કરી કે *300 થેલી સિમેન્ટ ની જરૂરિયાત છે*
તો આપ સહુ ને નમ્ર વિનંતી કે આપ આ ભગીરથ કાર્ય માં અમને સાથ આપશો. *એક થેલી સિમેન્ટ ની કિંમત 300 રૂપિયા છે* તો આપ સહુ એક થેલી સિમેન્ટ ની લખાવી ને આ ભગીરથ કાર્ય માં પુણ્ય ના ભાગીદાર બનવા અપીલ કરી હતી.જેમાં માંગરોળ નગર તથા ગામે ગામ થી લોકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ માનસિક દિવ્યાંગો માટે 300+ સિમેન્ટ ની બેગ નું અનુદાન આપ્યું. મામા પાગલ આશ્રમ ગ્રુપ ના સદસ્ય પ્રફુલભાઈ નાંદોલા,જીતેન્દ્રભાઈ ત્રિવેદી,
ભાવેશભાઈ ચાવડા,કેતુલભાઈ ગાંધી,અલ્પેશભાઈ ખીલોસિયા,દિલિપભાઈ પોપટ,
વિમલભાઇ જોષી, દેવાંગભાઇ વોરા તથા સવેતનભાઇ ભસ્તાના વિગેરે આ કાયઁ મા ખુબજ સક્રિય રીતે જહેમત ઉઠાવી રહ્યા છે
