જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામે વાડી વિસ્તારમા કુતરા દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર હુમલો કરવામાં આવતા મોર જીવ બચાવી ભાગવા જતા લગભગ ચાલીસ ફુટ જેટલા ઉંડા કુવામાં પડી જતા શેરિયાજ ગામના મનીષભાઈ ચુડાસમાએ શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળના રાત દિવસ જોયા વગર 24×7 કલાક મૂંગા અને અબોલ જીવો માટે સતત દોડતા રહેતા હોય છે એવા પક્ષી પ્રેમી શ્રી નરેશભાઈ ગૌસ્વામી જાણ કરી,જાણ થતાંજ તેઓ દ્વારા તાત્કાલિક જ સંજીવની નેચર ફાઉન્ડેશન શીલના સતીષભાઇ પંડીતને જાણ કરી તેઓને તાત્કાલિક માંગરોળ ખાતે આવી જવા માટે જાણ કરવામાં આવી ઘટનાની જાણ થતાંજ શીલ ખાતેની ટીમ દ્વારા આ મોરને સહી સલામત રીતે બહાર કાઢવા માટે શીલના નિઃસ્વાર્થ ભાવે મૂંગા અને અબોલ જીવો માટે સત્તત કાર્યો કરી રહેલી ટિમ એક પળનો પણ વિચાર કાર્યા વગર માંગરોળ આવવા માટે રવાના થઈ ગયેલી ત્યારબાદ તેઓ તાત્કાલિક માંગરોળ આવી પહોંચી શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી નરેશભાઈ ગૌસ્વામી તેમજ અનિષ ગૌદાણા સહિતની ટિમ શેરિયાજ ખાતે વાડી વિસ્તારના કુવા માં રહેલ મોરને બચાવવા માટે તાત્કાલિક પહોંચી ગયેલા ત્યારબાદ આ મોરને એક પલનો પણ વિચાર કર્યા વગર સતીષભાઇ દ્વારા જોખમી રેસ્ક્યુ કરી કૂવામાં ઉતરી આ મોર ને સહી સલામત રીતે કુવામાથી બહાર કાઢવામાં આવ્યો ત્યાર બાદ આ ઘાયલ મોરને માંગરોળ લઇ આવી પ્રાથમિક સારવાર આપી વનવિભાગને સોપવામાં આવ્યો ….
સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા છેલ્લા આઠેક વર્ષ થી આસ પાસ ના ગામડાઓમાં રહેલા કાર્યકરો દ્વારા અનેક મૂંગા અને અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા છે સંજીવની નેચર ફાઉન્ડેશન ના કાર્યકરો કે જેઓ રાત દિવસ શિયાળો,ઉનાળો કે ચોમાસુ હોઈ દરેક કાર્ય કરો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે
આજુબાજુ ના વિસ્તારોમાં અવાર નવાર વૃક્ષો સળગી જવાની ઘટનાઓ અવાર -નવાર બનતી રહેતી હોય છે ત્યારે પણ આ કાર્યકરો દ્વારા આવા વૃક્ષો ને બચાવવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવે છે સંજીવની નેચર ફાઉન્ડેશન માં જોડાયેલા દરેક કાર્યકરો ખુબજ નિસ્વાર્થ ભાવે કામો કરી પોતે પોતાના જીવનમાં આ નિસ્વાર્થ કાર્યો દ્વારા પોતે કાંઈ કર્યું હોય એવી રીતે નિસ્વાર્થ કાર્ય કરી રહ્યા છે અને આ કાર્યકરો અવાર- નવાર મૂંગા અને અબોલ જીવોને બચાવવા માટે ઘણાં જોખમી રેસ્ક્યુ પણ કરતા હોય છે.
જીવદયા પ્રેમી કાર્યકરો દ્વારા લોકડાઉન ના સમયમાં પણ પક્ષી ઓ માટે ચણ પાણી ની સતત નિસ્વાર્થ સેવાઓ આપી સાથે સાથે અનેક મૂંગા જીવોને સારવાર આપી બચાવવા માટે પણ અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
દરરોજ ઘાયલ પક્ષી ઓના અનેક કોલ સંજીવની નેચર ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી નરેશભાઈ ગૌસ્વામિ ને આવતા હોય છે અને તાત્કાલિક સ્થળ પર જઈ આવા ઘાયલ પક્ષીઓ ને પોતાની ઓફિસે લાવી તાત્કાલિક જરૂરી સારવાર આપી દેવામાં આવે છે અને આવા મૂંગા અને અબોલ જીવોને જો વધુ સારવાર ની જરૂરિયાત જણાય તો આવા જીવોને માંગરોળ ફોરેસ્ટ વિભાગ ને વધુ સારવાર માટે સોંપવામાં આવતા હોય છે
રેસ્ક્યુ મા જોડાયેલા શેરીયાજ તેમજ શીલના કાર્યકર સતીષભાઇ પંડીત દ્વારા અગાઉ પણ ઘણાં જોખમી રેસ્ક્યુ કરી અબોલ જીવોને બચાવેલ …આ સંસ્થા સાથે નિસ્વાર્થ ભાવે આવા અનેક નિસ્વાર્થ ભાવથી કાર્ય કરો જોડાયેલા છે
માંગરોળ તાલુકામાં કોઈ ઘાયલ અથવા બિમાર પક્ષી નજરે પડે તો નીચે આપેલા નંબર ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયું છે
માંગરોળ
નરેશભાઈ ગૌસ્વામી મો.9227617100
નિલેશભાઈ રાજપરા મો.9824405756
અનિષ ગૌદાણા મો.7016391330
માધવપુર
પરેશભાઈ નિમાવત મો.9898155658
શીલ
સતિષભાઈ પંડિત મો.9016483398
પીયૂષભાઈ કામડિયા મો.9913389974
મકતુપુર
જ્યેન્દ્રભાઈ કરગઠિયા મો.8866861110
શેરિયાજ
દિનેશભાઇ માલમ મો.9737829148
આરેણા
નાથાભાઇ નંદાણીયા મો.9408363943
રાકેશભાઈ યોગાનંદી મો.9106710545
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જનતા કી જાનકારી દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
