કોરોના મહામારી ના સંકટ પર PM મોદીની ચર્ચા
ગયા વખતે પાકિસ્તાન પર નિશાન સાધવામાં આવ્યું હતુ
વડાપ્રધાન નેરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ ” મન કી બાત ” ના માધ્યમ દ્રારા રાષ્ટ્રને સંબોધિત કર્યા છે. ” મન કી બાત ” માં પીએમ મોદીએ કહ્યું કે કોરોના કપરા કાળમાં નાગરિકોમાં પોતાની જવાબદારીની ભાવના અનુભવેલી છે લોકો દરેક તહેવારોમાં સંયમ બતાવી રહ્યા છે. દેશમાં થઇ રહેલા દરેક પ્રકારના આયોજનમાં જે પ્રકારનો સંયમ અને સરળતા જોવા મળી રહી છે તે પણ અભૂતપૂર્વ છે તેમણે દેશી એપ્સ અંગે કહ્યું કે દેશવાસીઓને અપીલ કે તેઓ ‘આગળ આવે, કંઇક ઇનોવેટ કરે, કોઇ ઇમ્પલીમેન્ટ કરે’. તમારા પ્રયાસ આજના નાના-નાના સ્ટાર્ટ અપ્સ, કાલે મોટી-મોટી કંપનીઓમાં બદલાશે અને દુનિયામાં ભારતની એક અલગ ઓળખ બનશે. તેમણે લોકલ ” દેશી ” પ્રકારના રમકડાં માટે ‘વોકલ’ થવાની પણ અપીલ કરી હતી
પી.એમ. મોદીએ જણાવ્યું કે જો આપણે ખૂબ ઝીણવટતાંથી જોઇશું તો એક વાત ચોક્કસ આપણી સામે આવશે- આપણો ઉત્સવ અને પર્યાવરણ. આ બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. બિહારના પશ્ચિમ ચંપારણમાં સદીઓથી થારુ આદિવાસી સમાજના લોકોએ ૬0 કલાકનો લોકડાઉન, તેમના શબ્દોમાં ’ ૬0 ઘંટે કા બરના’ નું પાલન કરે છે. પ્રકૃતિની રક્ષા માટે બરનાના થારુ સમાજના લોકોએ તેમની પરંપરાનો ભાગ બનાવ્યો છે અને તે સદીઓથી છે. પી.એમ. મોદી એ ” મન કી બાત ” માં જણાવ્યું કે સામાન્ય રીતે આ સમય ઉજવણીનો હોય છે. વિવિધ જગ્યાએ મેળા યોજવામાં આવે છે, પૂજા-પાઠ કરવામાં આવે છે. કોરોનાના આ સંકટકાળમાં પણ લોકોમાં ઉમંગ અને ઉત્સાહ તો છે જ, મનને સ્પર્શી જનાર એક શિસ્ત પણ છે.
વડાપ્રધાન કોરોના સંકટ વચ્ચે અનલોક 4ને લઇને પોતાની વાત લોકો સાથે શેર કરી રહ્યા છે. કારણ કે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનાથી અનલોક-4ની માર્ગદર્શિકામાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાને પુન:સ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી છે. 21 સપ્ટેમ્બરથી 100 લોકોને ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. આવા કાર્યક્રમોમાં અનિવાર્યપણે ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્ક્રિનિંગ, સેનિટાઇઝર અને કોરોના પ્રોટોકોલના નિયમોનું પાલન કરવું પડશે અને સ્પષ્ટ છે કે પી.એમ. મોદીઆ બધી બાબતો પર ભાર મૂકશે. નોંધનીય છે કે ” મન કી બાતના ” ગયા વખતના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેણે ભારતની ધરતી પર કબજો મેળવવા અને તેના દેશમાં ચાલી રહેલા આંતરિક તકરારને દૂર કરવાની ભ્રામક યોજના બનાવી છે. કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોની બહાદુરીની કહાનીને શેર કરવા માટે વડાપ્રધાને યુવાનોને અપીલ પણ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ શહેર ભાજપ કાર્યાલય ખાતે ” મન કી બાત ” કાર્યક્રમ નિહાળવા માટે ખાસ ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા, નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઇ વિઠલાણી, બક્ષીપંચ મોરચા પ્રમુખ નીતીનભાઇ પરમાર, માંગરોળ માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી ચેતનભાઈ કગરાણા,ભાજપ કારોબારી સદસ્ય સંજયભાઈ રંગલાણી,શહેર ભાજપ મંત્રી ઉષાબહેન પીઠડીયા,
માંગરોળ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી માધાભાઈ ભદ્રેશા, શહેર ભાજપ કારોબારી સદસ્ય મેઘજીભાઈ હોદાર તેમજ શહેર ભાજપના આગેવાનો ” મન કી બાત ” કાર્યક્રમ નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ
