જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેણેજ ગામના રાજપૂત સમાજના મધ્યમવર્ગ ખેડૂત પરિવારના પુત્ર પરમાર પ્રભાત સિંહ …… પોતાની 30 વર્ષની લશ્કરી સેવા પૂર્ણ કરીને નિવૃત થતા પોતાના માદરેવતન પરત આવ્યા હતા
દેશ ના દુશ્મનો ને સરહદ. પર ધૂળ ચાટતા કરીદેનાર આર્મીમાં પોતાની કર્તવ્ય નિષ્ઠાથી સેવા આપનાર માંગરોળ તાલુકાના નાના એવા મેણેજ ગામના યુવાન પ્રભાતસિંહ કે જેઓ દેશની રક્ષા કાજે આર્મીમાં માત્ર 18 વર્ષ ની ઉમરમાંજ જોડાયા હતા અને આર્મીમાં 30 વર્ષ પુરી નિષ્ઠાથી ફરજ બજાવ્યા બાદ તેઓ નિવૃત થતા પરત પોતાના ગામ પહોંચ્યા હતા
30 વર્ષ દેશની સેવા કરી દેશના દુશ્મનો ને ધૂળ ચાટતા કરી દેનાર ફૌજી યુવાન પ્રભાતસિંહ કે જેઓ રૂદલ પુર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું સ્વાગત કરવા માટે મેણેજ ગામ,તથા રાજપૂત સમાજના વડીલો,ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ફોજી યુવાનનું પુષ્પહાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાંથી યુવાનો દ્વારા બાઇક રેલી યોજી પોતાના માદરે વતન એવા મેણેજ ગામ ખાતે ભારત માતાકી જય વંદેમાતરમ
ના નાદ સાથે આવી પહોંચ્યા હતા જ્યાં આ ફોજી યુવાનનું પુષ્પવૃષ્ટિ તેમજ પુષ્પહાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો,પરિવારજનો,સઞા સબંધીઓ,આગેવાનો,વડીલો ઉપસ્થિત રહ્યા હતા
ફોજી યુવાન પ્રભાતસિંહ કે જેઓનું પોતાના ઘરે ભારતીય પરંપરા ઓ મુજબ બહેનો દ્વારા કુમકુમ તિલક અને આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે ફોજી જવાન પ્રભાતસિંહ કે જેઓ પોતાની 30 વર્ષ ની દેશની સેવા માં નોકરી દરમિયાન ની પોસ્ટીંગ માં
પાકિસ્તાન બોર્ડર, આસામ બોર્ડર સહિતની જુદી જુદી બોર્ડરો અને રાજ્યોમાં સેવાઓ આપી અનેક મેડલો પણ પ્રાપ્ત કર્યા છે
દેશના દુશ્મનોને સરહદ પર ધૂળ ચાટતા કરી દેનાર આર્મી માં પોતાની કર્તવ્ય નિષ્ઠાથી સેવાઓ આપનાર મેણેજ ગામના પ્રભાતસિંહ કે જેઓ દેશની રક્ષા કાજે આર્મી માં જોડાયા હતા આર્મીમાં પુરી નિષ્ઠા થી ફરજ બજાવ્યા બાદ તેઓ નિવૃત થતા પરત પોતાના ગામ આવિ પહોંચ્યા હતા
આર્મી મેન પ્રભાતસિંહ ના પરિવારની ખાસ બાબત એ છેકે પરિવારના દરેક સભ્યો નિર વ્યસની છે જે સમાજને રાહચીંધતુ એક ઉત્તમ ઉદાહરણ છે પોતાના નાના ભાઈ પ્રતાપસિંહ કે જેઓ LIC માં ડેવલોપમેન્ટ ઓફિસર તરીકેની હાલ ફરજ બજાવી રહયા છે
આવેલા દરેક મહેમાનો માટે ભોજનની પણ ખુબજ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જનતા કી જાનકારી દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
