માણાવદરના દર્શન ચશ્મા ગૃપ દ્વારા
*માણાવદરના બસ સ્ટેશનમાં સ્વચ્છતાના બેનર તથા સૂત્રો દ્રારા લોકજાગૃતિ અભિયાન*
વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારી ને નાથવા પ્રથમ સ્વચ્છતા તરફ લક્ષ્ય આપવું જરૂરી છે. પ્રદુષણ ને કારણે પણ કોરોના વાયરસ પ્રસરી શકે છે. જો લોકો પોતે જ ગંદકી કરે તો આ રોગ વકરવાની સંભાવના અનેક ગણી વધી જાય તેમ છે
આવા કપરા કાળમાં સ્વચ્છતા તરફ લોકોને જાગૃત કરવા અહીંના ” દર્શન ચશ્માં ગૃપ” દ્વારા એક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
ભીડભાડવાળા વિસ્તારો જેવા કે જયાં લોકોની વધારે અવર- જવર હોય છે તેવા બસ સ્ટેશન માં આ ગૃપ દ્વારા બસ સ્ટેશન ને સ્વચ્છ રાખવાનો સંદેશો આપતા બેનરો લગાવવા માં આવ્યા છે તથા બસ સ્ટેશન ની અંદરની દિવાલો માં ઉપર સ્વચ્છતા સંબંધી સૂત્રોના બેનરો દર્શન ચશ્માં ગૃપ ના કન્વીનર બિપીન પટેલ દ્વારા પોતાના સ્વ ખર્ચે લગાડવામાં આવ્યા છે. દર્શન ચશ્મા ગૃપ ના આવા ઉમદા કાર્યથી લોકોમાં પણ જાગૃતિ નો સંચાર જોવા મળ્યો છે ને લોકો સ્વચ્છતા તરફ વળ્યા છે.


