મેઘધનુષ એ વરસાદી આકાશમાં દૃશ્યમાન થતાં પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીનાં સુક્ષ્મ બુંદો પર આપત થતાં સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે.જેના લીધે મેઘધનુષ રચાય છે.મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરૂદ્ધ દિશામાં રચાય છે.તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઉભા રહેવાથી આકાશમાં મેઘધનુષ જોઈ શકાતું હોય આજે દામનગરમાં રવિવારની સમી સાંજે મેઘધનુષ જોવા મળતાં લોકોએ એકી નજરે જોઈને આનંદ મેળવ્યો હતો.અહેવાલ અતુલ શુકલ દામનગર.



