ઉપલેટા પંથકના કિસાન યુવાન ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે પર્યાવરણ માટે સાંસારિક જીવનમાં માંડશે નહિ.
એક દિવસ નહીં પણ 365 દિવસ પર્યાવરણ પ્રેમીઓના શ્વાસમાં પ્રકૃતિ વહે છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો તેવી ઝુંબેશને જીવન મંત્ર બનાવનાર ઘણા પર્યાવરણ પ્રેમીઓને આપણે મળ્યા હશુ પણ આજે આપણે મળીશું એવા વ્યક્તિને જેને પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે ઉપલેટા તાલુકાના મજેઠી ગામનાજગદીશભાઈ રામચંદભાઈ ડાંગર આ ખેડૂત પાસે માત્ર જમીન ના નામે ૪ વિધા જગ્યા છે તેમ છતાં તેમના માતા-પિતાનો જીવન નિર્વાહ ચાલે એટલે પોતાની ઉપજ મેળવવા માટે કામ કરે છે અને બાકીનો સમય સૃષ્ટિ ની સાચવણી માટે વૃક્ષોનું વાવેતર કરે છે લોકોએ સમજાવ્યું કે તું લગ્ન કરી લે પણ જગદીશભાઈ કહે છે કે તો હું લગ્ન કરીશ તો એક વખત સંસારની પરજણમાં પડી જઈશ તો મારા આત્મા વસતા આ વૃક્ષોનું હું ધ્યાન રાખી શકું નહીં.*
જગદીશભાઈ પાસે પોતાની ચાર વીઘા જમીન છે તે જમીનની ત્રણ બાજુ સરકારી પડતર જમીન હતી તેમાં ૨૦૦૪થી વૃક્ષોનું વાવેતર શરૂ કરેલ અને ૨૦ વીઘા માં 2000 વૃક્ષો વાવેતર કર્યા ઉપરાંત બીજી 15 વીઘા માં 1400 આવેલ છે વૃક્ષોની સાથે તે અબોલ જીવોની પણ દિલથી જીવ દયા કરે છે તેઓ પશુઓ માટે પાણીનો અવેડો નિયમિત કરે છે લોકો માટે પાણીના પરબ ની સગવડતા કરે છે પક્ષીઓ માટે પોતાના ખેતરમાં ચાર લાઈન જુવેરની વાવે છે આજુબાજુના ગામના બાળકો અહીં રમવા પણ આવે છે.
કુદરતી સંપત્તિની અમૂલ્ય સેવા સાથે જગદીશભાઈએ એકથી એક વૃક્ષોનું સ્નેહ ભર્યું જતન કર્યું છે તેમનું આવું અદભૂત સર્જન નિહાળવા માટે અવાર નવાર પર્યાવરણ પ્રેમીઓ આવે છે સાદુ જીવન જીવતા જગદીશભાઈ ડાંગર રીયલ પર્યાવરણ હીરો છે.
૧૪ વર્ષ થી આ વૃક્ષો સાથે જોડાયેલ છું.અત્યાર સુધી માં ૫૦૦૦ જેટલા વૃક્ષ વાવેલા છે તે ૨૦૦ જાત ના છે જે આયુર્વેદિક છે ૨૦ વીઘા જમીનમાં આ બધા વૃક્ષો વાવેલ છે. હાલ ના આ લોકડાઉન ના સમય માં તેમને ૬૦૦ વૃક્ષ ઉછેરેલા છે. ત્યાર બાદ અહીંયા પક્ષીઓ માટે ચણ નાખવાની વ્યવસ્થા છે. વર્ષો થયા અહીંયા ચણ નાખવામાં આવે છે.ઉપરાંત પક્ષીઓ માટે પીવા પાણી માટે ટપક સિંચાઈ પદ્ધતિ છે. અહી ૧૨ વર્ષ થતાં પાણી નું પરબ છે. જ્યાં અસંખ્ય લોકો ઉનાળા માં પાણી પીવે છે.
ઉપરાંત “ઉરી” હુમલા માં જેટલા જવાન શહીદ થયા છે તેની શ્રદ્ધાંજલિ રૂપે એક વૃક્ષો નું નાનું વન બનાવેલું છે. ઉપરાંત આયુર્વેદિક કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે.. બીમાર પશુ ની સારવાર પણ કરવામાં આવે છે.
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા




