Uncategorized

રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી પેરોલ રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પ્રેસનોટ તા.૦૯/૧૦/૨૦૨૦

રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી પેરોલ રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

*અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમે* ચોક્કસ બાતમી મેળવી *અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૭૬, તથા પોકસો એકટ ક. ૪ વિ. મુજબ* ના ગુન્‍હાનાં કામે સજા ભોગવતા અને રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ પાકા કામનાં કેદીને અમરેલીમાંથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

ગુન્‍હાની વિગતઃ-
અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૭૬, તથા પોકસો એકટ ક. ૪ વિ. મુજબનાં કામે આરોપી પંકજ ઉર્ફે પુના ભીખાભાઇ પાટડીયા રહે.અમરેલી, રોકડીયાપરા વાળાને નામ. સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટ, અમરેલી નાઓએ સને ૨૦૧૪ માં ૧૦ વર્ષની કેદ, તથા રૂ.૫૦,૦૦૦/- નોં દંડની સજા કરેલ હતી અને મજકુર આરોપી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે સજા ભોગવતો હતો. નામ.ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ નાઓનાં મીસ.ક્રિમી.એપ્‍લી. નં. ૩૪/૨૦૨૦ તા.૨૧/૦૭/૨૦૨૦ આધારે મજકુર કેદીને તા.૨૯/૦૭/૨૦૨૦ થી દિન – ૧૫ ની પેરોલ રજા મંજુર કરવામાં આવેલ. મજકુર કેદીને તા.૧૪/૦૮/૨૦૨૦ નાં રોજ રાજકોટ મધ્‍યસ્‍થ જેલ પરત થવાનું હતુ પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હતો.

પકડાયેલ આરોપીઃ-
પંકજ ઉર્ફે પુનો ભીખાભાઇ પાટડીયા, ઉ.વ.૩૨, રહે.અમરેલી, રોકડીયાપરા વાળાને તા.૦૯/૧૦/૨૦૨૦ નાં હસ્‍તગત કરી, રાજકોટ મધ્‍યસ્‍થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર. કે. કરમટા, તથા પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી અને એલ.સી.બી.ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20201009-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *