*રાજકોટ શહેર H.N.શુક્લા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી.*
*રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ઘટનાની જાણ થતાં રાજકોટ પહોંચેલા સુજાતાના પિતા પ્રવીણભાઇ ચૌહાણે કહ્યું હતું કે દિકરીને કોઇ તકલીફ હોય એવું જણાયું નહોતું. તે આવું પગલું ભરે એવું અમે વિચારી પણ શકીએ નહિ. તેણે કોઇ ચિઠ્ઠી પણ લખી નથી. કોઇની હેરાનગતિ કે ત્રાસ હોવાની પણ કોઇ શકયતા જણાતી નથી. પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકશે. અમને કોઇ પ્રત્યે કંઇ આક્ષેપો નથી. સુજાતા પ્રવીણભાઈ ચૌહાણ લાલપરી પાસે B.M.ક્યાડા કોલેજ કેમ્પસમાં આવેલી H.N.શુકલા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે હાલમાં અભ્યાસ ઓનલાઇન ચાલુ હતો. સરકારની સૂચના મુજબ, કોવિડ હોસ્પિટલની સેવામાં નર્સિંગ સ્ટુડન્ટને પણ લેવાના હોય એ અંતર્ગત ચારેક માસથી સુજાતાને રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ આપવામાં આવી હતી. આ કારણે તેને સિવિલ હોસ્પિટલની નજીકમાં જ આવેલી ન્યૂ નર્સિંગ હોસ્ટેલમાં ૮ માં માળે રૂમ નં.૮૩૦ ફાળવાયો હતો. મળતી માહિતી મુજબ સુજાતાએ તેની મમ્મી સાથે છેલ્લી વાત કરી હતી કે મમ્મી, હું એક મહિનાની રજા રાખી ઘરે આવી રહી છું, પરંતુ ઘરે જાય એ પહેલાં જ જીંદગી સાથે છેડો ફાડી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. માતા તો દિકરીની આવવાની રાહ જોતી હતી, પરંતુ કરુણતા એવી આવી કે દિકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો. રૂમ પાર્ટનર સોનુ સાંજે ૮ વાગ્યે નોકરી પૂરી કરી રૂમ પર પહોંચી તો સુજાતાનો મૃતદેહ લટકતો જોઈ ચોંકી ગઈ હતી.*


