Uncategorized

રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતીમેળામાં રજીસ્ટ્રેશન કરાવવા જોગ* અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦

*રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતીમેળામાં રજીસ્ટ્રેશન કરાવવા જોગ*

અમરેલી, તા: ૨૪ ઓગસ્ટ ૨૦૨૦

રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે નોકરીદાતા તેમ જ રોજગારવાંચ્છુ યુવાનોને એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચ્ચીત જણાતું ન હોય સરકારશ્રીની સુચના અનુસાર વર્ચ્યુઅલ (ઓનલાઇન) ભરતી મેળા યોજવામાં આવનાર છે. સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમીશન પ્રા.લી. ભાગ લેવા ઈચ્છા ધરાવતા હોય તો આ https://forms.gle/aRufDuLrmxhNTVb28 ગુગલ લીંક પર તા: ૨૮/૦૮/૨૦૨૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નોકરીદાતાની જગ્યાની વિગત લીંક પર આપવામાં આવેલ છે. ગુગલ લીંક પર રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવાર જ ટેલીફોનીક ઈન્ટરવ્યું માટે લાયક ગણાશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *