*રોજગાર વિભાગ દ્વારા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન*
અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦
રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારીના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારો એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત ન જણાતા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યા ઉપર ભરતી માટે ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આ લિંક ઉપરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ https://forms.gle/qcUJBNj9eJFGijea7, https://forms.gle/z8TueYprvYXe2vzU6, https://forms.gle/jKkYK9VpLRwwdviS9, https://forms.gle/eJwuGT49TcNgEdNY6 અને https://forms.gle/1TUM6x3msq6tPfPn6 લિંક ઉપરથી જગ્યાની તમામ વિગતો મળી રહેશે તેમજ ગુગલ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવાર જ ટેલિફોનિક ઇન્ટરવ્યૂ માટે લાયક ગણાશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
