લદ્દાખમાં ભારતીય વીર સૈનિકો અને ચીન ના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના વીર સૈનિકો એ દુશ્મન ના દાંત ખાટા કરી નાખ્યાં છે પરંતુ સાથે સાથે આપણા થોડા સૈનિકો શહીદ પણ થયા છે આ ઘટના નો પડઘો આખા ભારત દેશ માં પડ્યો છે અને દેશ વાશિયો માં ચીન વિરુદ્ધ રોષ જોવા મળે છે આજે નારોલ લાંભા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા ભારતીય વીર સૈનિકો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી તેમજ ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ ચીન ની બનાવટ વસ્તુ ઓનો બહિષ્કાર કરવા માં આવ્યો અને ચીન ની બનાવટ વસ્તુ ઓ ની તોડફોડ કરવામાં આવી અને ભારત માતાકી જય સાથે વાતાવરણ ગુંજી ઉઠયું અને વીર શહીદ થયેલા સૈનિકો ને શ્રદ્ધાંજલિ આપી