વડિયા માં કોરોના સંક્રમણ વધ્યુ, સ્થાનિક લોકો ને કોરોના આવતા તંત્ર ની મુશ્કેલી માં વધારો
પોલીસ કર્મી ને કોરોના પોઝિટિવ આવતા પોલીસ સ્ટેશન સૅનેટાઇ કર્યું.
પોલીસ આવાસ સહીત ત્રણ વિસ્તારમાં ને કોરોના એપી સેન્ટર જાહેર કરી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો
કોરોના સંક્રમણ શહેર માં વધ્યા બાદ શહેર ના લોકો નો ચેપ હવે ગામડાઓ માં પહોંચતા તંત્ર ની ચિંતા માં વધારો થતો જાય છે. વડિયા ના વહીવટી તંત્ર અને ગ્રામપંચાયત ની ઉત્તમ કામગીરી ને કારણે કોરોના સંક્રમણ નો પગપેસારો રોકવામા સફળ રહ્યા હતા. પરંતુ સંક્ર્મણ વધતા હવે વડિયા માં બે દિવસ પેહલા સ્થાનિક દંપતી અને ફરી સ્થાનિક ત્રણ લોકો ને કોરોના પોઝિટિવ આવતા તેને અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જયારે તેના વસવાટ ના એરિયા ને તંત્ર દ્વવારા કંટેનમેન્ટ ઝોન બનાવવા ની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત સંપર્ક માં આવેલા લોકો ને હોમકોરન્ટાઇલ કરવાનીકામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. પોઝિટિવ આવેલા તમામ લોકો સ્થાનિક હોય સંક્રમણ ક્યાંથી આવ્યુ તેની તપાસ પાન આરોગ્ય વિભાગ કરી રહ્યુ છે. વડિયા પોલીસ કર્મીને પોઝિટિવ આવતા સમગ્ર પોલીસ સ્ટેશન ને સૅનેટાઇઝ કરવામાં આવ્યુ હતુ અને ગોંડલ રોડ પર આવેલા પોલીસ આવાસ સહીત ત્રણ વિસ્તારને કોરોના એપી સેન્ટર કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અને પોલીસ કર્મીના સંપર્ક માં આવેલા અન્ય કર્મચારીઓ કોરોના ગાઇડલાઇન મુજબ સેલ્ફ રીતે હોમ કોરન્ટાઇલ થયેલા છે. પોલીસ કર્મીને કોરોના પોઝિટિવ આવતા કોરોના વોરિયર્સ લોકો માં પણ ચિંતા નો માહોલ જોવા મળ્યો છે.અને તંત્ર માં પણ દોડધામ જોવા મળી હતી સ્થાનિક મામલતદાર પ્રશાંત ભીંડી,ઉપ સરપંચ છગનલાલ ઢોલરીયા અને આરોગ્ય તંત્ર સાથે કંટેનમેન્ટ ઝોન પર જોવા મળ્યા છે. વડિયા માં કોરોના સંક્રમણ રોકવા કંટેનમેન્ટ ઝોન માં હોમકોરન્ટાઇલ કરેલા લોકો પર કોરોના ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન થાય તો કોરોના સંક્ર્મણ ને રોકી શકાય તેવી લોકમાંગણી જોવા માલી રહી છે.
રિપોર્ટર રાજુ કારીયા વડીયા




