વડિયા માં જૈન દંપતીની 51મી લગ્ન જીવનની વર્ષગાંઠે સ્નેહલ બ્રીઝના ખૂણે પાણીના પરબ નું ખાતમુર્હત
સરપંચ દંપતીના પ્રયાસો થી વતનપ્રેમીઓ સામે આવી વડિયા ના વિકાસ માં ભાગીદાર બને છે.
વડિયા માં કોલેજના શિક્ષણ ની સુવિધા ઉભી કરવા તમામ મદદ કરવા ની ખાત્રી અપાઈ.
વડિયા
સુરવો નદીના કિનારે આવેલા અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા ની મધ્યમાંથી પસાર થતી આ નદી પર રાજાશાહી સમય માં બનેલો અડીખમ સ્નેહલ પુલ અનેક આપત્તિઓ સામે જજુમી ને પણ આજે વર્ષોથી અડીખમ ઉભો છે. તેની બાજુમાં અને સ્વામિનારાયણ મંદિર ના ગેઇટ ની સામે આજે વડિયા ના વતની હાલ રાજકોટ માં વસવાટ કરતા શ્રી ઈશ્વરભાઈ દોશીના પરીવાર તરફથી તેમની 51મી લગ્નજીવન ની વર્ષગાંઠ નિમિતે લોકો ને કાયમી તરસ છીપાવી શકાય તેવા અદ્યતન સુવિધાઓ સાથે ના પાણી ના પરબનું ખાતમુર્હત પૂજા વિધિ સાથે કરવમાં આવ્યુ હતુ. વડિયા નું મુખ્ય બજાર માં આસપાસ ના લોકો ખરીદી માટે આવતા હોય આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર માં દર્શન માટે આવતા લોકો ને કાયમી પીવાનું ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા નું નિર્માણ પોતાની લગ્નજીવન ની 51મી વર્ષગાંઠ નિમિતે કાયમી સંભારણું પોતાના વતન ને આપ્યું છે.આ ઉપરાંત આ દંપતી દ્વવારા પોતાના વતન ના સરપંચ દંપતી ની કામગીરી થી પ્રેરાય ને એર કુલર, લીલો ઘાસચારો ઉપરાંત વડિયા ની ગૌશાળા અને સેવાકીય સંસ્થા બજરંગ મિત્ર મંડળ ને પણ દાન આપ્યું છે. આવા વતન પ્રેમી લોકો દ્વવારા જે પોતાના વતન માં વિકાસ રૂપી નવો ચીલો કંડારતા બીજા લોકો ને પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે. આ સમયે વડિયા ગ્રામ પંચાયત દ્વવારા આ તમામ દાતાઓ નું સન્માન કરવામાં આવ્યુ હતુ. ઈશ્વરભાઈ દોશી ના જણાવ્યા અનુસાર વતન નું ઋણ અદા કરવા માટે ભવિષ્ય માં વડિયા જેવા નાના તાલુકા મથક માં કોલેજનું નિર્માણ થાય અને આ વિસ્તાર ના ગામડા ના બાળકો ને ઘર આંગણે કોલેજ નું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે તમામ મદદ કરવા જણાવ્યું હતુ.આ ખાત મુર્હત પ્રસંગે ઈશ્વરભાઈ દોશી પરિવાર, લલિતભાઇ વડેરીયા, કિરીટભાઈ પારેખ, વડિયા સ્વામિનારાયણ મંદિર ના સંતો, સરપંચ દંપતી રમાબેન અને છગનભાઇ ઢોલરીયા, કેશુભાઈ ઉંધાડ, તુષાર ગણાત્રા, શૈલેષભાઇ ઠુંમ્મર, મિતુલ ગણાત્રા અને ગામજનો જોડાયા હતા.આવા શુભ કાર્યો વતનપ્રેમી લોકો દ્વવારા થતા ગામલોકો માં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.



