વાડીનાર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામે સેન્ટ આન્સ સ્કુલ, ડીપટી કોલોની ખાતે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લી. (આઇઓસીએલ) તરફથી સામાજિક દાયિત્વ હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દેવભૂમિ દ્વારકા સાથે સંકલન કરી આજ તા.૦૭-૧૨-૨૦૨૦ના રોજ દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ આઇઓસીએલના કાર્યકારી નિર્દશક (પશ્વિમિ ક્ષેત્ર પાઇપલાઇન્સ) શ્રી ડી.કે. બેનર્જીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ તકે આઇ.ઓ.સી.એલ. ના જનરલ મેનેજનરશ્રી આર.ડી. અગ્રવાલે આઇ.ઓ.સી.એલ. દ્વારા કરવામાં આવતા જનહિતના કાર્યોની જાણકારી આપી વિવિધ ક્ષેત્રમાં દિવ્યાંગજનો માટે પણ આઇ.ઓ.સી.એલ. કામગીરી કરે છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કુલ ૫૫ જેટલા લાભાર્થીઓને મોટરસાઇકલ, ટ્રાઇસીકલ, મોબાઇલ ફોન, વ્હીલચેર એમ જુદા જુદા કુલ રૂા.૪.૨૯ લાખની સાધન સહાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે અંધજન તાલીમ કેન્દ્ર જામનગરના દિવ્યાંગજનો દ્વારા ગણપતી વંદના કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.કે. મોરીએ તથા આભારવિધી આઇ.ઓ.સી.ના શ્રી અશોક માણેકે કરી હતી.
આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી સી.આર. જાડેજા, શ્રી મહાવિરસિંહ જાડેજા, શ્રી કિશોર જાડેજા, આઇ.ઓ.સી.ના અધિકારીઓ, સેન્ટ આન્સ સ્કુલના આચાર્ય, સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીઓ તેમજ દિવ્યાંગજનો ઉપસ્થિત રહયા હતા. રિપોર્ટર વિતલ પીસાવાડિયા



