વિસાવદર તાલુકાના લેરિયા ગામ ના 38 વર્ષીય યુવકની ચાવંડ પાટીયા પાસેથી લાશ મળી આવી
વિસાવદર તાલુકાના લેરીયા ગામ ના ચંદુભાઈ ગેલાભાઈ દાફડા 38 વર્ષીય યુવકની જુની ચાવંડ ના પાટીયા પાસેથી લાશ મળી આવી જે યુવક ની લાશ મળી આવી છે તે યુવક ૩૬ કલાક થયા ગુમ હતો અને તેના પરિવારજનો દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની અરજી પણ કરવામાં આવી હતી અને આજે સવારે જુની ચાવંડ ના સરપંચ ને જાણ થતાં કે ચાવંડ પાટીયા પાસે કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડી છે તો તે ઘટના સ્થળે પહોંચ્યા અને તેણે લેરિયા સરપંચને જાણ કરી અને લેરિયા સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા અને 108 અને પોલીસ સ્ટાફને જાણ કરી અને 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા અને ત્યારબાદ તે ડેડબોડીને પીએમ માટે વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે 108 મારફત લાવવામાં આવેલવિસાવદર પોલીસ નો સંપર્ક કરતા જણાવવામાં આવેલ કે મુર્ત્યું નુ ચોક્કસ કારણ જાણવા માટે પી એમ રિપોર્ટ આવ્યેજ ખબર પડશે હાલતો વિસાવદર પોલીસ દ્વારા એડી દાખલ કરીને
વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે કે સોલંકી ચલાવી રહેલ છે
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર


