વિસાવદર મા સુશાસન દિવસની ઉજવણી અને કિસાન કલ્યાણ કાર્યક્ર્મ યોજાયો
વિસાવદર ના કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાડ ખાતે ભારત રત્ન અને પુર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ની જન્મ જયંતી નિમિતે કિસાનકલ્યાણ કાર્યક્ર્મ અંતર્ગત ગુજરાત ના 248તાલુકા મા સામુહિક કાર્યક્ર્મ યોજવામાં આવેલ તેઅંતર્ગત વિસાવદર તાલુકા મા પણ કાર્યક્ર્મ યોજાયેલ તેમા અલગ અલગ વિભાગ ના લાભાર્થી ઓને કીટ વિતરણ કરેલ તેમા (1)ખેતીવાડી વિભાગ ના 5લાભાર્થી પશુપાલન વિભાગ ના 2બગાયત વિભાગ ના 5સમાજ કલ્યાણ વિભાગ ના 5જિલ્લા ઉદ્યોગ કેન્દ ના 5એમ કુલ 22વ્યક્તિ ઓને કીટ વિતરણ કરવામાં આવેલ કાર્યકર્મની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ ત્યાર બાદ સરકાર ની કામગીરી નીફિલ્મ બતાવવા મા આવીહતી આ સમારંભ મા ઉપસ્થિત મહાનુભવો પુર્વકૃષિમઁત્રી ભાલાળા ડોલર ભાઈ કોટેચા નગર પાલિકા પ્રમુખ તેમજ વિસાવદર મામલતદાર કેસવાલા તેમજ ટી ડી યો માણાવદરીયા તેમજ ભાજપ પાર્ટી ના પદાધિકારી ઓ હાજર રહેલ તેમા પુર્વ કૃષિ મઁત્રી દ્વારા કિસાન બિલ વિશેની સમજઆપવામાં આવીહતીત્યાર બાદ વડાપ્રધાન મોદી દ્વારા પણ ઓનલાઇન કૃષિ બિલ અને કિસાન સન્માન નિધિ વિશે સમજ આપીહતી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની કામગીરી પણ જણાવીહતીત્યાર બાદ કાર્યક્ર્મ ના અંતે પુર્વ કૃષિમઁત્રી ભાલાળા તેમજ મામલતદાર અને ટી ડી યો દ્વારા ફરતું પશુ દવાખાનું ની વાનને લોકોની સેવામાટે જન્ડી બતાવીને પ્રસ્થાન કરાવેલ હતુ
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર




