માંગરોળ
તા.27.7.2020
*શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન.કરવામાં આવ્યું*
*જૂનાગઢ જિલ્લા ના માંગરોળ ના રહેવાસી એવા પૂજાબેન સુરેશભાઈ ઉપાધ્યાય નું કોરોના વોરિયર્સ તરીકે નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું*
*આજ રોજ તા.૨૬.૦૭.૨૦૨૦,રવિવારના દિવસે શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સ્ટાફ નર્સ સીવીલ હોસ્પિટલ અમદાવાદ કોરોના વોર્ડમાં ફરજ બજાવતા પૂજાબેન સુરેશભાઈ ઉપાધ્યાયનું પ્રમાણપત્ર,શ્રી મદ્ ભાગવતગીતા,ગીતા માધુર્ય અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.*
*પૂજાબેન ઉપાધ્યાય ૨૫ માર્ચથી કોરોના વોર્ડમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.તેની ફરજના નિયમ મુજબ ૧૪ દિવસ હોસ્પિટલ પર ફરજ આપવી અને ૧૪ દિવસ ઘરે રહી ફેસેલીટી ક્વોરેન્ટાઈન રહેવું.આ રીતે તેઓ covid-19ની પરિસ્થિતિને લઈને ફરજ બજાવી રહ્યા છે.*
*હાલ તેઓ તેના ફરજના નિયમને અનુસરી ૧૦ થી ૧૨ દિવસ અમદાવાદ ફેસેલિટી ક્વોરેન્ટાઈન રહી તા.૨૦ થી ૨૬ દરમિયાન માંગરોળ તેમના વતન આવેલ માંગરોળ તેઓ ૫ થી ૬ દિવસ ફેસેલીટી ક્વોરેન્ટાઈન રહ્યા બાદ તા.૨૬.૦૭.૨૦ના રોજ અમદાવાદ પોતાની ફરજ પર જવા નિકળેલ.*
*તાલુકાની દિકરી આવી પરિસ્થિતિમાં પોતાની જાત અને કુટુંબની ચિંતા કર્યા વગર ફરજ બજાવી રહી છે જે સન્માનને પાત્ર છે. અને તાલુકા માટે ગૌરવની વાત કહેવાય જેથી શિવમ્ ચક્ષુદાન આરેણા ટીમ દ્વારા તા.૨૬ના દિવસે તેમનું સન્માન કરવામાં આવ્યું.*
*તેમની ફરજ પરના અનુભવ વિશે જણાવતા પૂજાબેને કહ્યું કે covid-19ના દર્દીની સાથે તેના સગા હોતા નથી અમે નર્સની કામગીરી સાથે તેમના પરિવારના સભ્ય બની તેની સંભાળ રાખીએ છીએ.દર્દીને સમય પ્રમાણે પાણી આપવું,જમવાનું આપવું,વિડિયો કોલથી તેમના પરિવાર સાથે વાતચીત કરાવવી વગેરે બાબતો પોતાની ફરજ ઉપરાંત કરીએ છીએ.અમારી સેવાને લીધે ઘણા દર્દીઓ લાગણીવશ રડી પડે છે.અમે જ તેના પરિવાર હોય તેમ તેઓ માને છે.આટલું વર્ક કરવા છતાં કેટલાક દર્દીઓને અમે બચાવી શકતા નથી તેનું ખુબ જ દુઃખ થાય છે.આવી બાબતોથી પૂજાબેને ત્યાંની પરિસ્થિતિથી વાકેફ કર્યા.*
*હાલની પરિસ્થિતિમાં કાર્ય કરી રહેલ માંગરોળ તાલુકાનું ગૌરવ એવા પૂજાબેનને તેમની કર્તવ્યનિષ્ઠા બદલ શિવમ્ ચક્ષુદાન આરેણા અભિનંદન પાઠવે છે.*
*દેશ અને પ્રાંતના દરેક નાગરિકની ફરજ છે કે હાલની પરિસ્થિતિએ લોકોને બચાવવા દિવસ રાત મહેનત કરતા સૌ ડોક્ટરશ્રીઓ,નર્સિંગ સ્ટાફ વગેરે પ્રત્યે આપણે સહાનુભુતિ દાખવવી જોઈએ.* *અને તેમના કાર્યની કદર કરી સન્માન કરવું જોઈએ જેથી તેનો ઉત્સાહ અને કાર્ય ઉર્જા બુલંદ રહે.સરકારશ્રી દ્વારા સુચવેલ ગાઈડલાઈનને અનુસરી પાલન કરવું જોઈએ.*
*પૂજાબેન જેવી અનેક બહેનો આ મહામારી સામે અવિરત કાર્ય કરી રહી છે.તે દરેકને અમારા વતી અભિનંદન.પ્રભુ આપને ખુબ જ ઉર્જા આપે અને નિરોગી રાખે તેવી શુભેચ્છાઓ…….*
*” કદમ અસ્થિર છે જેના,તેને રસ્તો જડતો નથી.અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.”*
*🙏જય શ્રી કૃષ્ણ 🙏*
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ



