Uncategorized

સત્તાધીશોની અણઆવડત અને લાપરવાહી ને કારણે દામનગરની જનતા પરેશાન છે.દામનગર શહેર ખાડાનગર બની

સત્તાધીશોની અણઆવડત અને લાપરવાહી ને કારણે દામનગરની જનતા પરેશાન છે.દામનગર શહેર ખાડાનગર બની ગયું છે.જાણે કે આ શહેરમાં કોણ શાસન કરે છે તે સમજાતું નથી. રેઢિયાળ પશુઓનો ત્રાસ,છેલ્લાં થોડા દિવસો થી જંગલી ભૂંડ ( ડૂકકર ) આવી ગયા છે.અધૂરામાં પુરૂ મુખ્ય માર્ગોમા મસમોટા ખાડા પડ્યા છે.જયાંથી દામનગરની જનતા માટે વહીવટ થાય છે તે નગરપાલિકા કચેરીના મુખ્ય દરવાજા બહાર મોટા-મોટા ખાડાઓ છે.આ કચેરીના બિલ્ડીંગમા નાયબ મામલતદારની ઓફીસ પણ છે.આ બધા પદાધિકારીઓ અને અધિકારીઓ આ બધુ જોવે છે કે પ્રજા પરેશાન થાય છે તો શુ આ લોકો સમસ્યાઓ વધારવા માટે છે ? કે ઉકેલવા માટે.!!અહેવાલ અતુલ શુકલ.

IMG-20200816-WA0062-2.jpg IMG-20200816-WA0063-1.jpg IMG-20200816-WA0064-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *