*સાવરકુંડલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટે ૨૮ જુલાઇ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવા*
અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦
ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલામાં પ્રવેશસત્ર ઓગસ્ટ ૨૦૨૦ના પ્રથમ રાઉન્ડ અંતર્ગત વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ જેવા કે કોપા, મિકેનિકલ મોટર વ્હીકલ, વાયરમેન, પ્લમ્બર તેમજ આર્મેચર મોટર રીવાઇડીંગ માટે તા: ૨૮ જુલાઇ સુધી ઓનલાઇન પ્રવેશફોર્મ સ્વીકારવામાં આવશે જેમાં લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન પ્રવેશફોર્મ ભરી સંસ્થા ખાતે શૈક્ષણિક પ્રમાણપત્રો અને જરૂરી ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલો સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે વધુ માહિતી માટે આઇ.ટી.આઈ સાવરકુંડલાનો ૦૨૮૪૫-૨૯૫૧૫૯ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
