સ્વસ્છતા ની મોટી વાતો કરતા દામનગર નગરપાલિકાનાં સત્તાધીશો શહેરના હાર્દસમા વિસ્તાર હવેલી- સરદાર સર્કલ થી નજીક આવેલ ગ્રીન પ્રાથમિક શાળા નંબર -૧ અને પ્રાથમિક શાળા નંબર -૨ ને અડીને જાહેર રસ્તા ઉપર કરાતા ઉકરડા થી લોકોના આરોગ્ય ઉપર રોગચાળા નો ભય મંડરાયેલો રહેછે.નજીકમાં શાક માર્કેટ છે.આ સ્થળ થી ખુબજ નજીક હાઈસ્કુલ અને નગરપાલિકા કચેરી છે.સતત લોકોની અવર-જવર અને રેઢિયાળ પશુઓની હાજરીથી લોકો ને પસાર થવું મુશ્કેલ છે.આ વિસ્તારની ગંદકી અને ઉકરડા નાં નિકાલ માટે જાગૃત નાગરિકોએ આજરોજ કલેકટર,ચીફ ઓફિસર,તાલુકાના આરોગ્ય અધિકારી અને પ્રાંત અધિકારીને આ સમસ્યાને હલ કરવા લોકોની સુખાકારી માટે કાર્યવાહી કરવા લેખિતમાં રજુઆત કરેલ છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.



