હેડ કોન્સ.ને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતાં જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા સોલ્ડર ઉપર આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના હોદ્દાના એક સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન કર્યું
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપી, બિરદાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના* આપવામાં આવેલ છે…._
💫 _તાજેતરમાં જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પોલીસ વિભાગના *હેડ કોન્સ.ને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી, નિમણૂક આપવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હે.કો. નાથાભાઇ દેવશીભાઈ સોલંકીને એ.એસ.આઇ. તરીકે બઢતી આપી, ભેસાણ ખાતે જ નિમણુક આપવામાં આવેલ હતી. આ અધિકારીને પ્રમોશન સાથે ભેસાણ ખાતે જ નિમણૂક મળતા, તેઓને જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા સ્ટાફના એ.એસ.આઈ. સરમણભાઈ, હે.કો. કમલેશભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ગોપાલભાઈ, પાલભાઈ, સાહિતનાની હાજરીમાં પોતાની જાતે હે.કો. નાથાભાઇ સોલંકીના સોલ્ડર ઉપર આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના હોદ્દાના એક સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન* કરીને, એ.એસ.આઈ. તરીકેનું પ્રમોશન આપવામા આવ્યું હતું. આ પ્રકારે ઉચ્ચ *અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે* જ જોવા મળે છે. ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ તથા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા પ્રમોશન તેમજ મુળ જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, *પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર* થયેલ હતી…_
💫 _*પ્રમોશન સાથે નિમણૂક મેળવનાર મૂળ મણાવાદર તાલુકાના કોયલાણા ગામના વતની અને જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. નાથાભાઇ દેવશીભાઈ સોલંકી દ્વારા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ તથા અધિકારીઓનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો….._
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ