*૯૪-ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦*
*પ્રથમ ચાર કલાકમાં થયેલું ૧૬.૦૪ ટકા મતદાન*
*૨૨,૫૭૨ પુરુષ (૧૯.૯૧ %) અને ૧૨,૩૨૦ સ્ત્રી (૧૧.૮૨ %) એમ કુલ મળી ૩૪,૮૯૨ મતદારોએ (૧૬.૦૪ %) મતદાન કર્યું*
અમરેલી, તા: ૩ નવેમ્બર ૨૦૨૦
ધારી વિધાનસભા મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને ૧,૦૪,૨૩૮ સ્ત્રી મતદારો એમ કુલ મળી ૨,૧૭,૫૯૫ મતદારોની સંખ્યા નોંધાયેલી છે. જે પૈકી પ્રથમ ચાર કલાક એટલે કે સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન ૨૨,૫૭૨ પુરુષ મતદારો (૧૯.૯૧ %) અને ૧૨,૩૨૦ સ્ત્રી મતદારો (૧૧.૮૨ %) એમ કુલ મળી ૩૪,૮૯૨ મતદારોએ (૧૬.૦૪ %) મતદાન કર્યું હતું.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)




