અમરેલી જિલ્લાના લુવારા, ડોલતી અને નાની ધારીના
ફરાર આરોપીઓ વિરુદ્ધ જાહેરનામું પ્રસિદ્ધ
અમરેલી, તા: ૧૪ મે
ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ મુજબ સાવરકુંડલા તાલુકાના લુવારાના આરોપી અશોક જૈતાભાઈ બોરીચા, દોલતીના શૈલેષ નાથાભાઈ ચાંદુ અને ખાંભા તાલુકાના નાની ધારીના આરોપી વનરાજ મંગળુભાઈ વાળા વિરુદ્ધ સીઆરપીસીની કલમ ૮૨ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરંટ અમલમાં હોવા છતાં પોતાની ધરપકડ ટાળવા સતત નાસતા ફરે છે જેથી આ ફરારીઓને આરોપી જાહેર કરવા તેમના વિરુદ્ધ સીઆરપીસીની કલમ ૮૨ મુજબનું જાહેરનામું મળવા સાવરકુંડલા કોર્ટને રિપોર્ટ કરવામાં આવેલ તે અન્વયે કોર્ટે રજુઆત અરજી મંજુર કરી તા: ૨૮/૪/૨૦૨૦ ના હુકમ થી જાહેરનામાનો હુકમ કરી આરોપીઓને 30 દિવસમાં સાવરકુંડલા સ્ટેશનમાં હાજર થવા અને કસૂર કરશે તો સીઆરપીસીની કલમ ૮૩ મુજબ કાર્યવાહી કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.