અમરેલી જિલ્લાના ૯૮,૮૦૪ લોકોએ ઉકાળા અને ૮૦,૬૭૨ લોકોએ હોમિયોપેથી દવાનું સેવન કર્યું
આયુર્વેદિક વિભાગ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા ઔષધિનું વિતરણ
અમરેલી, તા. ૧૮ એપ્રિલ
અમરેલી આયુર્વેદિક વિભાગ દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૦ થી ૧૫/૦૪/૨૦૨૦ દરમિયાન કોરોના વાયરસ પ્રતિબંધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાના કુલ ૯૮,૮૦૨ જેટલા લોકોએ અમૃતપેય ઉકાળા અને ૮૦,૬૭૨ લોકોએ હોમિયોપેથીક દવાઓનો લાભ લીધો હતો.
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી યાદવે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે નાગરિકો સુધી કોરોનાના પ્રતિરોધક ઉકાળા અને દવાઓ પહોંચે તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતાએ વધુ માહિતી માટે આરોગ્ય ખાતાના અધિકારી ડૉ. વિવેક ગોસ્વામીનો ૯૮૯૮૨ ૫૫૪૮૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ




