*
અમરેલી જિલ્લાનું ગાવડકાના સ્થાનિક તંત્ર દ્વારા હોમ કોરન્ટાઇન કરેલા વ્યક્તિઓને દૂધ, શાકભાજીની સાથે એમના પશુઓના ઘાસચારાની પણ હોમ ડિલિવરી*
*કોરોના પોઝિટિવ વૃદ્ધા સાથે મુસાફરી કરેલા 27 જેટલા વ્યક્તિઓ પૈકી 8 ગાવડકાના : અન્ય ટીંબલા,ગાવડકા, ફતેપુર અને સણોસરાના : તમામ હોમ કોરન્ટાઈન*
અમરેલી, તા: ૧૪ મે
લોકડાઉનના 50 દિવસો પછી અમરેલી જિલ્લામાં 67 વર્ષીય વૃદ્ધાનો એક કોરોના પોઝીટિવ કેસ નોંધાતા વૃદ્ધાના સંપર્કમાં આવેલા તમામ 27 જેટલા વ્યક્તિઓને હોમ કોરન્ટાઈન કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં હતી. આ 27 દર્દીઓ પૈકી 8 જેટલા દર્દીઓ ગાવડકા ગામના હોવાથી સ્થાનિક તંત્ર સક્રિય બન્યું હતું. ગાવડકાના સ્થાનિક તંત્ર દ્વારા હોમ કોરન્ટાઇન કરેલા વ્યક્તિઓને દૂધ, શાકભાજીની સાથે એમના પશુઓના ઘાસચારાની પણ હોમ ડિલિવરી કરવામાં આવે છે જેથી હોમ કોરન્ટાઇનમાં રહેલી વ્યક્તિને ઘરની બહાર નીકળવાની કોઈ જરૂર જ ન રહે.
ગાવડકાના સ્થાનિક તંત્ર દ્વારા બહારગામથી આવેલા તમામને તાત્કાલિક હોમ કોરન્ટાઈન કરવામાં છે.અને આ તમામ હોમ કોરન્ટાઈન કરેલા લોકોને કોઈ અગવડ ન પડે માટે સ્થાનિક તંત્ર દ્વારા એમને શાકભાજી, દૂધ અને જીવન જરૂરિયાત જેવી ચીજ વસ્તુઓ ઘરે બેઠા પુરી પાડવામાં આવે છે. આ અંગે વધુ વાત કરતા સરપંચ શ્રી ભાવેશગીરી ગોસ્વામી જણાવે છે કે આજ સુધી ગામમાં અંદાજે 110 જેટલા લોકો હાલ હોમ કોરન્ટાઈનમાં હોવાથી એમને ઘરની બહાર ન નીકળવું પડે માટે અમારી ટીમ દ્વારા એમને ઘરે બેઠા જ શાકભાજી, દૂધ અને જીવન જરૂરિયાત જેવી ચીજ વસ્તુઓ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પશુઓના ઘાસચારાની પણ વ્યવસ્થા પણ એમને ઘર બેઠા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાવડકાના આરોગ્ય કર્મીશ્રી જનક માંડાણી જણાવે છે કે આખા ગામમાં રોજબરોજ ડોર ટુ ડોર સર્વે કરી હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ દરમિયાન જો કોઈ વ્યક્તિને તાવ-શરદી કે ખાંસીના લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત હોમ કોરન્ટાઈનમાં રહેલી વ્યક્તિઓ ઉપર સઘન સર્વેલન્સ રાખવામાં આવે છે. આ ઉપરાંત ગામના હોમ કોરન્ટાઇન કરેલા વ્યક્તિઓના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાની માહિતી પણ આપવામાં આવે છે અને દરેક વ્યક્તિ એપ ઇન્સ્ટોલ કરે તે સુનિશ્ચિત કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા દરેક ગામની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓને સર્વેલન્સ વધુ સઘન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
*સુમિત ગોહિલ*
જિલ્લા માહિતી કચેરી
અમરેલી
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
9426555756