અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેન બજાર માં આવેલી શ્રીનાથજીની હવેલી
શ્રી ગિરિરાજ ચેરીટેબલ
ટ્રસ્ટ,શ્રીનાથજી હવેલી.
જય શ્રી કૃષ્ણ સાથે વૈષ્ણવો ને જણાવવાનું કે,
વર્તમાન કોરોના વાઇરસ ની મહામારી અને સરકારશ્રી ના આદેશ મુજબ મંદિરે (હવેલી) મા દર્શન કરવા આવતા દરેક વૈષ્ણવે નીચે મુજબ દર્શાવેલ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.
૧) મંદિરે (હવેલી) મા વૈષ્ણવો એ એકબીજાને મળે ત્યારે હાથ જોડીને દૂર થી ” જય શ્રી કૃષ્ણ” કરવા
૨) દર્શનાથ્ઁ આવતા દરેક વૈષ્ણવે મોઢા પર માસ્ક
અથવા રૂમાલ બાંધીને આવવું
૩) વૈષ્ણવોને જણાવવાનું કે કોરોના વાઇરસ ની
ગંભીરતા ધ્યાને લઇ મંદિર માં ઉભી કરવામાં
આવેલ વ્યવસ્થા, જેવી કે હાથ ને સાબુ થી ધોવા
અથવા સેનેટાઈઝર થી હાથ ધોઈને મંદિર (હવેલી) માં દર્શન કરવા જવા વિનંતી
૪) મંદિર (હવેલી) માં કોઇ પણ જગ્યાએ હાથ નો સ્પર્શ કરવો નહી અને વધારે સમય મંદિર (હવેલી) માં રોકાવું નહી
૫) પાંચ ફુટ થી વધારે અંતર રાખી વ્યક્તિઓ એ મંદિર માં બેસવું
નોંધ : ઉપર મુજબ ના નિયમોનું પાલન દરેક વૈષ્ણવે
ફરજીયાત કરવાનું રહેશે, આપણા સ્વાસ્થ્ય ને લઈ ને વ્યવસ્થા ને પૂરો સાથ સહકાર આપવા વિનંતી
લી. સરકાર શ્રી ના આદેશ વતી ,
શ્રીગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ , શ્રી નાથજી ની હવેલી મોટી કુંકાવાવ જી. અમરેલી
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ



