Uncategorized

અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પરવાનગી મેળવી આવતા લોકો માટે આદેશો જારી

અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પરવાનગી મેળવી આવતા લોકો માટે આદેશો જારી

અમરેલી જિલ્લાના નાગરિકોને લાઠીના ચાવંડ ચેકપોસ્ટ પરથી જ ચકાસણી કરાવીને જિલ્લામાં પ્રવેશવું

અમરેલી, તા: ૬ મે

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. હાલ ગુજરાતના એકમાત્ર અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. તેથી અમરેલી જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ કારણોસર બહારના અન્ય જિલ્લાઓમાંથી પાસ/ પરવાનગીથી આવતા વાહનો/મુસાફરો બિનજરૂરી રીતે અમરેલી જિલ્લાના અન્ય કોઇ વિસ્તારમાં ન પ્રવેશે તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. તેથી બહારના જિલ્લામાંથી આવતા વાહનો/મુસાફરોને અન્ય જિલ્લા જેવા કે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર વગેરે જિલ્લામાં જવા માટે અમરેલી જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા માટે તેમજ અન્ય રૂટ પરથી પસાર નહીં થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે અન્વયે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ અને ગુજરાત સાઈડના જિલ્લામાંથી પાસ/પરવાનગી મેળવી આવતા વાહનો મુસાફરોને અન્ય જિલ્લામાં જવા માટે વાયા ઢસા થી જીવાઈ સતાધાર ચેકપોસ્ટથી એન્ટ્રી કરી ચાવંડ, બાબરા, કોટડાપીઠા ચેકપોસ્ટ થઈ જવાનું રહેશે. જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર સિવાય અન્ય જિલ્લામાંથી પરવાનગી મેળવી અમરેલી જિલ્લાના વતની હોય જેઓ અમરેલી જિલ્લામાં આવવા માંગતા હોય તેવા મુસાફરોને આવવા માટે લાઠી તાલુકાના ચાવંડ ચેકપોસ્ટ પરથી જ ચકાસણી કરાવીને જિલ્લામાં પ્રવેશવાનું રહેશે. હુકમના ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *