અમરેલી જિલ્લામાં તીડનાં નિયંત્રણ માટે તાલુકા વાઈઝ ૧૧ ટીમની રચના
તીડનાં આક્રમણના વિસ્તારનું નિરીક્ષણ કરી સર્વે હાથ ધરાશે
તા: ૨૨ મે ૨૦૨૦
અમરેલી જિલ્લામાં તીડનાં નિયંત્રણ અંગે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ આયુષ ઓક એ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તીડનાં નિયંત્રણ અંગે તાલુકા વાઈઝ ૧૧ જેટલી ટીમની રચના કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગની આ ટીમો દ્વારા તીડનાં આક્રમણના સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી સર્વે હાથ ધરવામાં આવશે. હાલમાં આ તમામ ટીમ ફિલ્ડમાં છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
