અમરેલી જિલ્લામાં વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો : જિલ્લામાં કુલ ૭ પોઝિટિવ
મુંબઈથી ટ્રેન મારફતે આવેલા કુંકાવાવના દેવગામના ૪૪ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ
દર્દીને ટ્રેનથી સીધા કુંકાવાવ કોરેન્ટાઇન સેન્ટર ખાતે મોકલાયા
અમરેલી, તા: ૨૬ મે
અમરેલી જિલ્લામાં આજદિન સુધીમાં કોરોનાના ૬ કેસ નોંધાયેલા હતા. જ્યારે આજરોજ તા. ૨૬ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી હવે કુલ ૭ કેસ નોંધાયા છે.
૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં અમરેલી જિલ્લામાં આવેલા ૪૪ વર્ષીય પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ વ્યક્તિને ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. તેઓ મૂળ કુંકાવાવ તાલુકાના દેવગામના વતની છે. પરંતુ તેમને સીધા કોરેન્ટાઇન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા હોવાથી તેઓ ગામમાં કે બીજી કોઈ જગ્યાએ ગયા જ નથી.
તેમને તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં ૨૩ મે ના રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ કોરોના સેમ્પલ લેવાતા આજરોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હાલ કોરોનાને લગતી સારવાર આપવામાં આવી રહી છે.
હાલ, વહીવટીતંત્ર દ્વારા આ દર્દીના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓના ટ્રેસીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
