Uncategorized

અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૮૬* *૭ મૃત્યુ, ૩૭ ડિસ્ચાર્જ અને ૪૨ સારવાર હેઠળ*

*અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૮૬*

*૭ મૃત્યુ, ૩૭ ડિસ્ચાર્જ અને ૪૨ સારવાર હેઠળ*

અમરેલી, તા: ૧ જુલાઈ ૨૦૨૦

આજે તા. ૧ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૩ કેસ નોંધાયેલ છે. તા. ૨૯ જુનના સુરતથી આવેલા જીરા-સીમરણના ૩૫ વર્ષીય મહિલા, સાવરકુંડલાના ભેકરા ૬ વર્ષીય બાળક અને તા. ૨૪ જુનના સુરતથી આવેલા ધારીના જરપરાના ૩૫ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભેકરાના બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલી નથી.

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૭ મૃત્યુ, ૩૭ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૪૨ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૮૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *