અમરેલી જિલ્લા ના છેવાડા ના ગામે કાર્યકર્તા સાથે મુલાકાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા
કાર્યકર્તા ના લગ્ન ના આમંત્રણ ને માન આપી છેવાડા ના ગામે હાજરી આપતા જોવા મળ્યા
વડિયા
અમરેલી જિલ્લા ભાજપ ના સંગઠન માળખામાં ફેરફાર બાદ નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ તરીકે યુવા ચહેરો એવા કૌશિક વેકરીયા ની નિમણુંક કરાઈ છે. તેમના હકારાત્મક અભિગમ ના સ્વભાવ ને કારણે તેની સામાન્ય કાર્યકર્તા માં પણ એક આદર્શ છબી જોવા મળે છે. છેવાડા ના ગામના સામાન્ય કાર્યકર્તા આમન્ત્રણ ને માન સન્માન આપવુ, તેની સમસ્યાઓ સાંભળવી જેવા ગુણો તેમના માં શરૂવાત થી જ દેખાઈ રહ્યા છે. અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ના છેવાડા ગામ એવા હનુમાન ખીજડીયા માં ભાજપ ના બુથ પ્રમુખ ભાવેશભાઈ સાવલિયા ના ઘરે લગ્ન પ્રસંગે હાજરી આપી વડિયા વિસ્તારના કાર્યકર્તા અને સંગઠન ના હોદેદારો ની મુલાકાત લીધી હતી. જેમાં તેમની સાથે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર, વડિયા ના સરપંચ છગન ઢોલરીયા, પૂર્વ સરપંચ વિપુલ રાંક સાથે પાર્ટી ને મજૂબત કરવા ચર્ચા કરી કાર્યકર્તાઓ માં પોઝિટિવ પ્રાણ પૂર્યો હતા. નવ નિયુક્ત પ્રમુખ ની કામગીરી થી વડિયા વિસ્તારના કાર્યકર્તાઓમાં નવો જોમ અને જુસ્સો જોવા મળતો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જોકે નવા પ્રમુખ ની કામગીરી થી આવનારા સમય માં અમરેલી જિલ્લા માં ભાજપ સારુ પ્રદર્શન કરે તેવું લાગી રહ્યુ છે.
રિપોર્ટ રાજુ કારિયા વડીયા



