અમરેલી જિલ્લો : ગુજરાતનો એકમાત્ર કોરોનામુક્ત અભેદ્ય કિલ્લો
લોકડાઉનમાં આંશિક છૂટ મળતાં અમરેલીમાં જનજીવન રાબેતા મુજબ શરૂ થશે
ગ્રીન ઝોન અમરેલીમાં વેપારીઓએ ઓડ ઇવન ફોર્મ્યુલાનું પાલન કર્યું
અમરેલી તા. ૫ મે
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. કોરોના કહેરથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એકમાત્ર અમરેલી જિલ્લામાં આજદિન સુધી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજ કારણોસર અમરેલી જિલ્લાને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
જેથી અમરેલી જિલ્લામાં જનજીવન રાબેતા મુજબ શરૂ થયું છે. બજારમાં વેપારીઓએ ઓડ-ઇવન ફોર્મ્યુલા સાથે દુકાનો ખુલ્લી રાખી છે. તેમજ લોકો સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે માસ્કની સાથે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા.
મુખ્ય બજારના એક વેપારી જણાવે છે કે, ગ્રાહકો સ્વેચ્છાએ સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરે છે અને ફેસમાસ્કનો પણ ઉપયોગ કરે છે. અમરેલી જિલ્લાને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવતાં બજારો પણ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે જેથી ઘણાં દિવસો બાદ જનજીવન ફરીથી જાગૃત બન્યું હોય તેવું લાગે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756